Heat Wave Weather: આ વર્ષે ગરમી હેરાન કરશે, દેશના ઘણા રાજ્યોમાં 40 ડિગ્રી પાર પહોંચ્યું તાપમાન

ભારતના ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાં તો મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશથી લઈને રાજસ્થાન અને ગુજરાતના ઘણા વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે.

Heat Wave Weather: આ વર્ષે ગરમી હેરાન કરશે, દેશના ઘણા રાજ્યોમાં 40 ડિગ્રી પાર પહોંચ્યું તાપમાન

નવી દિલ્હીઃ હજુ માર્ચ મહિનો સમાપ્ત થયો નથી પરંતુ દેશભરના ઘણા રાજ્યોમાં પ્રચંડ ગરમી પડવા લાગી છે. અચાનક ઝડપથી તાપમાન ઉપર વધી રહ્યું છે. જેના કારણે સવાર થતાં જ ગરમી વધી રહી છે અને બપોરે તો સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. પંખા કે એસી વગર તો બપોર પસાર કરવી શક્ય નથી. માર્ચમાં પડી રહેલી આટલી ગરમીને જોતા જૂન સુધી દેશના ઘણા રાજ્યોમાં આગ ઝરતી ગરમી પડી શકે છે.

આ રાજ્યોમાં પડી રહી છે ભયંકર ગરમી
હમણા થોડા દિવસ પહેલા ગુજરાત સહિત દેશમાં ઘણી જગ્યાએ સવારે-સાંજે ઠંડી પડી રહી હતી પરંતુ માર્ચ પૂર્ણ થતા ધાબળાની જગ્યા પંખાએ લીધી છે. દેશના ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તો દિલ્હીમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

કયાં-કયાં 40ને પાર તાપમાન
મધ્ય પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય નથી જ્યાં સૂર્ય દેવતા આગ ઓકી રહ્યાં છે. રાજસ્થાનના ફલોદીમાં આજે મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકમાં જોધપુર વિભાગના કેટલાક વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. આવી સ્થિતિ કેરલમાં પણ છે. ગુજરાતમાં પણ ઘણા શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે. માર્ચ મહિનામાં પરસેવો છૂટવા લાગ્યો છે. કેરલના ત્રિશૂરમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે. વારાણસીમાં મહત્તમ તાપમાન આજે 36 ડિગ્રી પહોંચ્યું પરંતુ હવામાન વિભાગ પ્રમાણે 30 માર્ચ સુધી અહીં પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

વરસાદથી થશે માર્ચની વિદાય
માર્ચ મહિનો પૂરો થવાનો છે અને શિયાળાની વિદાય થઈ ગઈ છે પરંતુ વરસાદ પોતાનો રસ્તો ભટકી ભરી આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર માર્ચની વિદાય વરસાદ સાથે થશે. દિલ્હી એનસીઆરમાં 28-29 માર્ચે વરસાદ પડી શકે છે. તો 30 માર્ચે વાદળો છવાયેલા રહેશે. આવનારા ચાર દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, અસમ અને મેઘાલયમાં વરસાદ પડી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news