રશિયન હુમલાથી યૂક્રેનમાં ફ્સાયા છે 20 હજાર ભારતીય? યુદ્ધ વચ્ચે ભારત સરકારે લીધો આ મોટો નિર્ણય

રશિયન હુમલા બાદ સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને પરત લાવવાની યોજના બનાવી છે. આ માટે સરકાર વિશેષ ફ્લાઇટ ચલાવશે, જેનો ખર્ચ ભારત સરકાર પોતે ઉઠાવશે.

રશિયન હુમલાથી યૂક્રેનમાં ફ્સાયા છે 20 હજાર ભારતીય? યુદ્ધ વચ્ચે ભારત સરકારે લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હીઃ રશિયન હુમલા બાદ સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને પરત લાવવાની યોજના બનાવી છે. આ માટે સરકાર વિશેષ ફ્લાઇટ ચલાવશે, જેનો ખર્ચ ભારત સરકાર પોતે ઉઠાવશે.

યુક્રેનમાં ફસાયેલા છે 20 હજાર ભારતીયો
તમને જણાવી દઈએ કે ભારતના લગભગ 20 હજાર નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. તેમાંથી 18 હજાર વિદ્યાર્થીઓ એવા છે, જેઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા ગયા છે. રશિયા-યુક્રેન વચ્ચે સૈન્ય તણાવ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ ત્યાં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વારંવાર વીડિયો શેર કરીને તેઓ સરકારને ત્યાંથી પોતાને બહાર કાઢવાની વિનંતી કરી રહ્યા છે.

રશિયાના હુમલા બાદ યુક્રેનમાં સ્થિતિ ખરાબ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે રશિયન હુમલા બાદ યુક્રેનની સ્થિતિ ઝડપથી બગડી છે. ત્યાં ખાદ્ય પદાર્થોની અછત ઉભી થઇ છે. એટીએમમાં રોકડ ખતમ થઈ જતાં લોકોમાં નાસભાગ મચી ગઈ છે. યુક્રેનની રાજધાની કિવ પર રશિયન મિસાઈલ અને બોમ્બ પડતા વિદ્યાર્થીઓમાં ગભરાટ વધી ગયો છે. તેમના માતાપિતાએ પણ સરકારને વિનંતી કરી છે કે તેઓ તેમના બાળકોને યુક્રેનમાંથી બહાર કાઢે.
 

યુક્રેનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢશે ભારત
વિદ્યાર્થીઓ ઉપરાંત રાજકારણીઓએ પણ ભારત સરકારને આ મામલે પહેલ કરવા વિનંતી કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને મોદી સરકારને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક યોજીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વિશેષ અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરકારે બનાવ્યો છે આ પ્લાન
એવું માનવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ અને નાગરિકોને પહેલા રોડ મારફત પડોશી પોલેન્ડ અને હંગેરી લાવવામાં આવશે અને ત્યાંથી પ્લેન મારફતે તેમના વતન પરત ફરવામાં આવશે. આ માટે સરકારે યુક્રેન, હંગેરી, પોલેન્ડ સહિત તમામ સંબંધિત સરકારો પાસેથી સહયોગ માંગ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં આ અભિયાન શરૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news