છોટાઉદેપુરમાંથી ચોરીની 27 બાઈક મળી, જેમાં 14 બાઈકની કોઈ ફરિયાદ જ નથી થઈ

છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસે બાઈક ચોરી કરનારને ઝડપી પાડ્યો છે. જેની પાસેથી 27 બાઇક અને એક બોલેરો ગાડી રિકવર કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે બીજા બે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. 
છોટાઉદેપુરમાંથી ચોરીની 27 બાઈક મળી, જેમાં 14 બાઈકની કોઈ ફરિયાદ જ  નથી થઈ

હકીમ ઘડીયાળી/છોટાઉદેપુર :છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસે બાઈક ચોરી કરનારને ઝડપી પાડ્યો છે. જેની પાસેથી 27 બાઇક અને એક બોલેરો ગાડી રિકવર કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે બીજા બે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. 
 
છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ઘટનાઓ સામે આવી છે. આ બાઇક ચોરોને ઝડપી પાડવા જિલ્લા એલસીબીએ પેટ્રોલીંગ સઘન કર્યું હતું. કવાંટ ખાતે પેટ્રોલીંગ દરમિયાન મધ્ય પ્રદેશના બડી ઉતાવલી ગામના વિકાસ નાનાભાઈ ચૌહાણને એક બોલેરો ગાડી લઈને જતી વખતે રોકીને પૂછપરછ કરાઈ હતી. જેમાં આ બોલેરો ગાડી ચોરીની હોવાનું જણાઈ આવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં તેના અન્ય બે સાથીદારો મારફતે ગુજરાતનાં અલગ અલગ જગ્યાએથી મોટરસાઇકલ ચોરી કરી હોવાની ચોકાવનારી કબૂલાત કરી હતી. મોટી સંખ્યામાં બાઇક ચોરીની કબૂલાત કરતાં છોટાઉદેપુર એલ.સી.બી. અને ડીવાયએસપીએ તમામ બાઇક રીકવર કરવા માટે ટિમ બનાવીને બાઇક ચોર વિકાસના સગા સંબંધીઓનો સંપર્ક કર્યો હતો. જેમની પાસેથી 27 બાઇક રિકવર કરાઈ હતી. 

છોટાઉદેપુરના ડીએસપી ધર્મેન્દ્ર શર્માએ કહ્યુ કે, ચોરી કરેલી તમામ બાઇક રિકવર કરીને ક્યાંથી બાઇક ચોરી થઈ છે તેની માહિતી કાઢતા માત્ર 12 જ બાઇક ચોરીની ફરીયાદ નોધાઈ હોવાનુ સામે આવ્યું. જ્યારે બાકીની 14 બાઈકની ફરિયાદ પણ નોંધાઈ નથી. 

છોટાઉદેપુર પોલીસ દ્વારા ગયા વર્ષે પણ લગભગ 90 બાઇક ચોરી ઝડપી પાડી હતી, અને ચાલુ વર્ષે ચોરીની 27 બાઇક ઝડપાતા, હાલ તો છોટા ઉદેપુર જીલ્લા પોલીસે બાઇક ચોરીના મુખ્ય આરોપીની ધરપકડ કરીને અન્ય બે જણાને પકડવાની તેમજ ફરીયાદ નહિ નોધાયેલ બાઇકના માલિકોની તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news