ભડકાઉ ભાષણ પર લગામ! નુપુર શર્મા-સબા નકવી ઉપરાંત ઔવૈસી, યતિ નરસિમ્હાનંદના નામ પણ FIRમાં સામેલ
Trending Photos
ભડકાઉ ભાષણ આપવા મામલે દિલ્હી પોલીસે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરી છે. અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસની IFSO યુનિટે હાલમાં જ ભડકાઉ નિવેદનો બદલ નુપુર શર્મા, નવીન જિંદાલ, સહિત અનેક લોકો પર કેસ દાખલ કર્યો. હવે સામે આવ્યું છે કે આ એફઆઈઆરમાં અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિમ્હાનંદનું પણ નામ સામેલ છે.
અત્રે જણાવવાનું કે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીના પગલે ઘમાસાણ છેડાયું છે. અરબ દેશોએ પણ નુપુર શર્માની ટિપ્પણી પર આકરું વલણ અપનાવ્યું અને ટીકા કરી. વિવાદ બાદ દિલ્હી પોલીસે કડકાઈ દર્શાવી અને અનેક લોકો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપસર એફઆઈઆર દાખલ કરી છે.
AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda's name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8
— ANI (@ANI) June 9, 2022
એફઆઈઆરમાં આ લોકોના નામ સામેલ
અલગ અલગ ધર્મ વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી માહોલ ખરાબ કરવાના આરોપસર દિલ્હી પોલીસની સાઈબર યુનિટે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા, નવીનકુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુલ રહેમાન, ગુલઝાર અન્સારી, અનિલકુમાર મીણા અને પૂજા શકુન સામે કેસ દાખલ કર્યો છે.
Following names have been mentioned in the FIR details: Nupur Sharma, Naveen Kumar Jindal, Shadab Chauhan, Saba Naqvi, Maulana Mufti Nadeem, Abdur Rehman, Gulzar Ansari, Anil Kumar Meena, Pooja Shakun: Delhi Police (2/2)
— ANI (@ANI) June 8, 2022
મોનિટરિંગ બાદ કાર્યવાહી
દિલ્હી પોલીસની વિશેષ શાખા ઈન્ટેલિજન્સ ફ્યૂઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન (IFSO) ના ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના મોનિટરિંગ બાદ આ લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો છે. આરોપ છે કે આ લોકો કથિત રીતે સોશિયલ મીડિયા પર નફરતભર્યા સંદેશાઓ ફેલાવી રહ્યા છે. આ સાથે જ વિભિન્ન સમૂહોને ઉશ્કેરી શાંતિ વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાની સ્થિતિ પેદા કરી રહ્યા છે.
ડીસીપીએ જણાવ્યું કે તેમનું યુનિટ સોશિયલ મીડિયા પર ખોટી અને ગુમરાહ કરનારી સૂચનાઓ વિરુદ્ધ તપાસ કરી રહ્યું છે. આ તપાસમાં જે લોકો પણ દોષિત ઠરશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. તેમણે જણાવ્યું કે આ મામલે અનેક અન્ય લોકોના નામ પણ પ્રકાશમાં આવ્યા છે જેમની ભૂમિકાની તપાસ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે