ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખરાબ સમાચાર! INSULIN માટે વલખશે દર્દી
ડાયાબિટિસ એટલે શું? લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય એને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. એક સમયે રાજ રોગ તરીકે ઓળખાતો આ રોગ આજે દેશમાં ભરડો લઇ રહ્યો છે. વર્તમાન જીવન શૈલીથી વડીલો ઉપરાંત યુવાઓ અને બાળકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : દેશમા ડાયાબિટિક રોગીઓની સંખ્યા સતત વધી રહી છે. વૈશ્વિક સ્તર પર આ બિમારીનાં આશરે 40.56 કરોડ રોગીઓ છે. નિષ્ણાંતોના અનુસાર ટાઇપ-2 ડાયાબિટિક રોગીઓની સંખ્યા 2030 સુધી વધીને 51 કરોડની આસપાસ પહોંચી જશે. ટાઇપ-2 રોગીઓને થોડા વર્ષો બાદ ઇન્સ્યુલીનની મદદ લેવી પડે છે. જો કે ખરાબ સમાચાર છે કે જેમ જેમ રોગીઓની સંખ્યા વધશે ઇંસુલીનની સંખ્યા નહી વધે. બીજા પાસાઓમાં તેમ પણ છે કે ઇંસુલિનની હાલની કિંમત જ દવાની તુલનાએ વધારે અને અને તેની માંગ વધતા ભાવ આસમાને પહોંચશે.
ક્યારે ઇંસુલીન લેવું પડે છે.
ડાયબેટોલોજિસ્ટ ડૉ. એલ.કે શંખધરના અનુસાર ડાયાબિટીકનાં રોગીઓની બિમારી અંગે જાણ થયાનાં થોડા વર્ષો બાદ ઇંસુલીન લેવું પડે છે. તેનું મોટુ કારણ પ્રેકિયાઝમાં ઇસુલીનનાં ઉત્પાદનમાં થતો ઘટાડો છે. એટલા માટે શરીરમાં પ્રચુર માત્રામાં ઇંસુલીન પહોંચી રહે તે માટે રોગીઓને આપવામાં આવે છે. જો રોગી ડાયાબિટીઝને કંટ્રોલ ન રાખે તો તેને હાર્ટ, કિડની, આંખ અને નર્વસ સિસ્ટમ પ્રભાવિત થવાની શક્યતા છે.
ઇંસુલીનની કિંમતનું સૌથી મોટુ કારણ
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ હાલમાં જ એક રિપોર્ટ ઇશ્યું કરીને જણાવ્યું કે, આશરે 3.3 કરોડ રોગીઓને ઇંસુલીનનું એક્સેસ નથી. તેનું કારણ છે કે બજારમાં ઇંસુલીન ખુબ જ ઓછું છે અને તે દવાની તુલનાએ ઘણુ વધારે મોંઘુ છે. શંખધરનાં અનુસાર 2030 સુધીમાં ઇંસુલીનનાં ઉપયોગમાં ઘણો વધારો થશે. 2018માં આ સંખ્યા 51.6 કરોડ 1000IU વાયલ પ્રતિવર્ષ હતી જે 2030 સુધી વધીને 63.3 કરોડ પ્રતિવર્ષ પહોંચી શકે છે.
શું હોય છે ટાઇપ-2 ડાયાબિટીઝ
ટાઇપ-2 ડાયાબિટીઝથી મોટા ભાગનાં લોકો ગ્રસ્ત છે. તેનું મુખ્ય કારણ વધારે વજન અને વર્જિશ વગેરેનું ન હોવાનું છે. પહેલા વયસ્કોમાં આ રોગ વધારે જોવા મળ્યો હતો. પરંતુ હવે બાળકોમાં પણ તેનું રોગ લાગુ પડી રહ્યો છે. 2030 સુધીમાં ઇંસુલીનનાં ઉપયોગમાં 20 ટકાનો વધારો થવાની શક્યા છે.
કેટલું મોટુ છે ઇંસુલીનનું બજાર
ઇંસુલીન આશરે 100 વર્ષ જુની દવા છે. પરંતુ તેની કિંમત ક્યારે પણ ઘટી નથી. ડોક્ટરોનાં અનુસાર 1554 અબજ રૂપિયાનાં ગ્લોબલ ઇંસુલીન બજારમાં 99 ટકા હિસ્સો 3 મલ્ટીનેશલ કંપનીઓ નોવો નોરડિસ્ક, ઇલિ લિલી એન્ડ કંપની અને સનોફી પાસે છે. એટલે કે 3 કંપનીઓ પાસે 96 ટકા બજારની હિસ્સેદારી છે. 3 કંપનીઓ ઇંસુલીન પહોંચાડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે