આ સ્પેશિયલ પ્રોજેક્ટ પર મહેનત કરી રહ્યું છે ISRO, બનાવ્યા ખાસ 6 સેટેલાઇટ, જાણો કેમ...
ભારતના રડાર ઇમેજિંગ અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ આરઆઇએસએટી-2બીને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈસરોના એક અધિકારીએ એવો પણ ખુલાસો કર્યો છે કે, ટેક્ટિકલ ક્ષેત્રો માટે ઉપગ્રહોની માગ વધી રહી છે.
Trending Photos
શ્રીહરિકોટા: ભારતના રડાર ઇમેજિંગ અર્થ ઓબ્જર્વેશન સેટેલાઇટ આરઆઇએસએટી-2બીને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઈસરોના એક અધિકારીએ એવો પણ ખુલાસો કર્યો છે કે, ટેક્ટિકલ ક્ષેત્રો માટે ઉપગ્રહોની માગ વધી રહી છે. એટલા માટે અમારી યોજના લગભગ 6 ઉપગ્રહો બનાવવાની છે.
ઈસરોના ચેરમેન કે. સિવાને આ લોન્ચ બાદ કહ્યું, હું આ જાહેર કરવાની સાખે ઘણો ખુશ છું કે, પીએસએલવી-સી46એ આરઆઇએસએટી-2બીને કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધો છે.
દેશની અંતરિક્ષ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઈસરો) આ લોન્ચમાં જણાવાયું છે કે ભારતનું નવું સર્વેલન્સ સેટેલાઇટ સારા અને સ્પષ્ટ ફોટા મોકલશે જે કૃષિ, વન વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનના સહકારમાં ઉપયોગમાં લેવાશે. આ ઉપગ્રહથી લેવામાં આવેલા ફોટાનો ઉપયોગ ગુપ્ત માહિતીની દેખરેખ માટે કરવામાં આવશે, જોકે ઈસરો આ મુદ્દા પર શાંત છે.
વધુમાં વાંચો: કોલકાતા અને અમૃતસરના એક-એક પોલિંગ બૂથ પર પુન:મતદાન શરૂ
તેમણે કહ્યું કે, આ મિશનની સાથે ઉડાન ભરવાની સાથે જ પીએસએલવી રોકેટે 50 ટન વજનની સીમાને પાર કરી લીધી છે. સિવાનના જણાવ્યા અનુસાર, પીએસએલવી રોકેટે કક્ષામાં 350 ઉપગ્રહ સ્થાપિત કરી દીધા છે.
સિવાને કહ્યું કે, રોકેટમાં પિગી બેક પેલોડ, સ્વદેશમાં વિકસિત વિક્રમ કોમ્પ્યુટર ચિપ હતી જે ભવિષ્યના રોકેટમાં ઉપયોગ કરવામાં આવશે. સિવાનના જણાવ્યા અનુસાર, પ્રમુખ મિશન ચંદ્રયાન-2 અથવા બીજું ચંદ્ર મિશન હશે જે આ વર્ષે 9-16 જુલાઇએ થઇ શકે છે.
(ઈસરોના ચેરમેન- કે. સિવાન)
ત્યારબાદ એક હાઇ રિઝોલ્યૂશન કાર્ટોગ્રાફી સેટેલાઇટનું લોન્ચ થશે અને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી) નામનો ઈસરોના નવા રોકેટની ઉડાન થશે. તેને 44.4 મીટરનું ઊંચું અને 190 ટન વજનનું પીએસએલવી રોકેટને બુધવાર સવારે 5.30 વાગે 615 કિલોગ્રામ વજનના ઉપગ્રહ આરઆઇએસએટી-2બીને લઇને આકાશની તરફ ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના લગભગ 15 મીનિટ બાદ રોકેટે આરઆઇએસએટી-2બીને 555 કિલોમીટર દુર કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો છે.
આરઆઇએસએટી-2બીની સાથે બુધવારે પ્રક્ષેપિત 44.4 મીટરનું ઊંચું પીએસએલવી સ્ટ્રેપ-ઑન મોટર્સ વિના એકલું વેરિએન્ટ છે. ભારતીય અંતરિક્ષ એજન્સીની પાસે પીએસએલવીના બે અને ચાર સ્ટ્રેપ-ઓન મોટર્સ અને બેડ પીએસએલવી-એક્સએલ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે