Jammu and Kashmir: પુંછમાં સેના પર મોટો આતંકી હુમલો, ત્રણ જવાન શહીદ, ત્રણ ઈજાગ્રસ્ત
Jammu and Kashmir News: જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરથી ખરાબ સમાચાર સામે આવ્યાં છે. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેનાની ગાડી પર હુમલો કરી દીધો છે.
Trending Photos
શ્રીનગરઃ Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાના ટ્રક પર હુમલો કર્યો છે. આતંકીઓએ સેનાના ટ્રક પર ગોળીબારી કરી હતી. જેમાં ત્રણ જવાન શહીદ થયા છે. જ્યારે ત્રણ જવાનોને ઈજા થવાના સમાચાર સામે આવ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે અધિકારીઓએ સેનાના જવાનોને લઈ જતા ટ્રક પર આતંકીઓની ગોળીબારીની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે થાનામંડી-સૂનરકોટ રોડ પર સાવની વિસ્તારમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ વાહન બુફલિયાઝથી જવાનોને લઈ જઈ રહ્યું હતું. બુફલિયાઝમાં આતંકીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન બુધવાર (20 ડિસેમ્બર) થી ચાલી રહ્યું છે.
J&K | Three Army personnel lost their lives while three others were injured in a terrorist attack on two military vehicles in the Thanamandi area in Rajouri sector. Indian Army troops also immediately retaliated after being attacked by terrorists. The troops were going to… pic.twitter.com/nlhywjMtn4
— ANI (@ANI) December 21, 2023
સેનાએ શું કહ્યું?
સેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે વધુ જવાનોને ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ ઘટના પુંછના સુરનકોટ તહસીલના ડેરા કી ગલી (DKG) જંગલ વિસ્તારમાં બની હતી. જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે