પુલવામાઃ CRPF કેમ્પ પર આતંકીઓએ કર્યું ફાયરિંગ, સુરક્ષા દળોએ કરી જવાબી કાર્યવાહી
આ હુમલા બાદ કેમ્પની સુરક્ષામાં તૈનાત જવાનો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારબાદ ઘટનાસ્થળના આસપાસના વિસ્તારમાં હાઈ-એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
- પુલવામાના અવંતીપોરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર ફાયરિંગ
- 2-3 આતંકીઓએ પંજગામ સ્થિત કેમ્પને નિશાન બનાવ્યો
- ફાયરિંગ કરીને ફરાર થયા આતંકી, સેના-CRPF-પોલીસનું જોઈન્ટ ઓપરેશન
Trending Photos
નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર આતંકીઓએ ફાયરિંગ કર્યાના સમાચાર છે. જ્મ્મુમાં સુંજવા આર્મી કેમ્પ પર હુમલાના પાંચ દિવસ બાદ અજાણ્યા આતંકીઓ દ્વારા અવંતીપોરાના પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળોના એક કેમ્પ પર સાંજે ફાયરિંગ કરવામાં આવ્યું. આ હુમલા બાદ કેમ્પની સુરક્ષામાં તૈનાત જવાનો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારબાદ ઘટનાસ્થળના આસપાસના વિસ્તારમાં હાઈ-એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ બે-ત્રણ આતંકીઓ દ્વારા સીઆરપીએફ કેમ્પને નિશાન બનાવાવમાં આવ્યું છે. આતંકીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે, અને તેની શોધ માટે સેનાની રાષ્ટ્રીય રાયફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સેનાના સર્ચ ઓપરેશનને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
#FLASH: Terrorists fired at CRPF camp located in Panz Gam village of Pulwama's Awantipora. Security forces retaliated, area under cordon; search operations underway. #JammuAndKashmir pic.twitter.com/RUcFw44win
— ANI (@ANI) February 15, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે