PM મોદી આજે વિદ્યાર્થીઓ સાથે કરશે 'પરીક્ષા પર ચર્ચા', તણાવમાંથી મુક્તિ માટેના નુસ્ખા જણાવશે
10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓને થોડા અઠવાડિયા જ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધિત જુદા જુદા વિષયો પર ચર્ચા કરશે અને આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે.
Trending Photos
નવી દિલ્હી: 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓને થોડા અઠવાડિયા જ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધિત જુદા જુદા વિષયો પર ચર્ચા કરશે અને આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે. આ સંવાદમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને સંબોધિત કરીને પરીક્ષાની તૈયારીના કેટલાક નુસ્ખા પણ જણાવશે. જેથી કરીને તેમને તણાવમાંથી મુક્તિ મળી શકે.
કાર્યક્રમ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હું યુવા મિત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે હસીખુશીને અને કોઈ પણ જાતના તણાવ વગર પરીક્ષાઓમાં સામેલ થવાની ચર્ચાને લઈને ખુબ ઉત્સુક છું. આ પરીક્ષા પર ચર્ચા શુક્રવારે 12 વાગ્યે શરૂ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે દિલ્હી સ્થિત તાલકટોરા સ્ટેડિયમમાં પરિચર્ચા સત્રમાં ભાગ લેશે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે જોડાશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. પરિચર્ચા દરમિયાન મુખ્ય વિષય બોર્ડ પરીક્ષાઓ અને પરીક્ષાઓ સંબંધિત સમસ્યાઓ હશે. જેમાં પરીક્ષા સંબંધિત તણાવ સંલગ્ન વાતો પણ સામેલ હશે. આ પરિચર્ચાનું શિર્ષક 'મેકિંગ એક્ઝામ ફન: ચેટ વિથ પીએમ મોદી' રાખવામાં આવ્યું છે.
I am extremely eager to interact with young friends, teachers and parents on the need to appear for exams with a smile, without any stress. This ‘Pariksha Pe Charcha’ begins at 12 noon tomorrow.
— Narendra Modi (@narendramodi) February 15, 2018
સીબીએસઈ દ્વારા સ્કૂલનોના કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવાની વ્યવસ્થા કરવાની અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં લગભગ 10 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓને પીએમ મોદીને સીધો પ્રશ્ન પૂછવાનો અવસર મળશે. પીએમ મોદી માયગાવ ડોટ ઈનથી પસંદગીના કેટલાક સવાલોના જવાબ પણ આપશે.
વાસ્તવમાં થોડા દિવસ પહેલા પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે મારા યુવા મિત્રો, હું આ મહિનાની 16 તારીખના રોજ તમારી સાથે ચર્ચાને લઈને ઉત્સુક છું. હું તમારી સાથે પરીક્ષા દરમિાયન તણાવમુક્ત અને પ્રસન્ન રહેવાની જરૂરિયાત પર ચર્ચા કરીશ. તેમાં ટેક્નોલોજીના માધ્યમથી દેશભરના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે