જસ્ટિસ જોસેફે કહ્યું, રિમોટથી નિયંત્રીત થઇ રહ્યા હતા પૂર્વ સીજેઆઇ દીપક મિશ્રા

જસ્ટિસ જોસેફે સુપ્રીમ કોર્ટનાં ત્રણ અન્ય જજોની સાથે આ જ વર્ષે 12 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિસ મિશ્રાની વિરુદ્ધ ખુલ્લેઆમ બ્યુગલ ફુંક્યું હતું

જસ્ટિસ જોસેફે કહ્યું, રિમોટથી નિયંત્રીત થઇ રહ્યા હતા પૂર્વ સીજેઆઇ દીપક મિશ્રા

નવી દિલ્હી : જસ્ટિસ કુરિયન જોસેફે સેવાનિવૃત થયાનાં થોડા દિવસો બાદ સોમવારે એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, પુર્વવર્તી સીજેઆઇ દીપક મિશ્રા કોઇ બાહ્ય શક્તિનાં પ્રભાવમાં કામ કરી રહ્યા હતા. જેનાં કારણે ન્યાયીક તંત્ર પ્રભાવિત થયું. અત્રે ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ જોસેફે સુપ્રીમ કોર્નટાં ત્રણ અન્ય જજો જે.ચેલમેશ્વર (હવે સેવાનિવૃત) રંજન ગોગોઇ (હાલનાં ચીફ જસ્ટિસ) અને મદન લોકુરની સાતે 12 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિસ મિશ્રા વિરુદ્ધ ખુલ્લેઆમ બળવો કરતા બિગુલ બજાવી દીધું હતું. 

ચારેય ન્યાયાધીશોએ ઉક્ત પ્રેસ કોન્ફરન્સમાં સંવેદનશીલ મુદ્દે મહત્વની ફાળવણી મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી દીધી હતી. 29 નવેમ્બરે સેવાનિવૃત થઇ ચુકેલ જસ્ટિસ જોસેફે કહ્યું કે, તત્કાલીન સીજેઆઇ કોઇ બાહ્ય શક્તિનાં પ્રભાવમાં કામ કરી રહ્યાહ તા. તેઓ કોઇ બાહ્ય તાકાત દ્વારા રિમોટથી નિયંત્રીત હતા. કોઇ બાહ્ય શક્તિનો કેટલોક પ્રભાવ હતો જે ન્યાયીક તંત્રને પ્રભાવિત કરી રહ્યું હતું. તેમ પુછવામાં આવતા તેઓ આ દાવો કયા આધાર પર કામ કરી રહ્યા છે, જસ્ટિસ જોસેફે કહ્યું કે, તે ન્યાયાધીશોની એવી ધારણા હતી કે જેમણે સુપ્રીમ કોર્ટની સમક્ષ ઉત્પન્ન મુદ્દાઓ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. એવી જ ધારણા કોર્ટનાં કેટલાક અન્ય ન્યાયાધીશોનાં વચ્ચે પણ હતી. 

કોઇ વિશેષ મુદ્દાનાં ઉલ્લેખની જરૂર નથી-જસ્ટિસ કુરિયન
આ અંગે વિસ્તારથી જણાવવાનો ઇન્કાર કરી દીધો કે બાહ્ય શક્તિઓ કોણ હતી અને કયા કિસ્સાઓ હતા જેમાં પક્ષપાત થયો અને ન્યાયિક તંત્ર પ્રભાવિત થયું. તેમ પુછવામાં આવતા કે શું કથિત પ્રભાવ કોઇ રાજનીતિક પાર્ટી અથવા સરકાર દ્વારા કોઇ સંબંધિત ન્યાયાધીશ દ્વારા કેટલાક પક્ષપાત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, મને માફ કરો આ મુદ્દે હું વધારે આગળ વધવા નથી માંગતો. 

મિશ્રાનાં કાર્યકાળમાં બદલવા લાગી હતી વસ્તુઓ
સેવાનિવૃત ન્યાયાધીશે યદ્યપી કહ્યું કે, તે દબાણની અસર થઇ અને ન્યાયમૂર્તિ મિશ્રાનાં સીજેઆિ તરીકે આ બાકીનાં કાર્યકાળ દરમિયાન વસ્તુઓ સારા માટે બદલવાની ચાલુ થઇ ગઇ અને તેઓ ન્યાયમૂર્તિ ગોગોઇનાં નેતૃત્વમાં ચાલી રહી છે. ન્યાયમૂર્તિ મિશ્રા બે ઓક્ટોબરે સેવાનિવૃત થઇ ગયા. તેમણે કહ્યું કે, કોર્ટનાં કામકાજની ગુણવત્તા અને સંસ્થાનની સ્વતંત્રતા સંબંધી ધારણામાં સુધારો આવ્યો છે. તેમણે કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સ પહેલા ચારેય ન્યાયાધીશોએ ન્યાયમૂર્તિ મિશ્રા સાથે તમની ઉપર બાહ્ય શક્તિઓનાં કથિત પ્રભાવ અંગે વાત કરી હતી. તેમણે તેમ ફણ કહ્યું કે, ન્યાયાધીશોએ આ સાથે જ કેટલાક મુદ્દે પક્ષપાત સાથે નિર્ણય કરવામાં આવવાનો ઉલ્લેખ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news