કમલનાથના બર્થડેની કેક પર મચી ભારે બબાલ!, CM શિવરાજસિંહ ચૌહાણે કહ્યું- આ હિન્દુઓનું અપમાન
મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ હવે એક બર્થડે કેક પર આમને સામને આવી ગયા છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસની મધ્ય પ્રદેશ શાખાના અધ્યક્ષ કમલનાથના જન્મદિવસ સમારોહ માટે તૈયાર કરાયેલા મંદિર આકાર અને હનુમાનજીની તસવીરવાળી કેક અંગે બુધવારે મોટો વિવાદ થયો. સોશિયલ મીડિયા પર સમારોહનો એક વીડિયો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેને હિન્દુઓનું અપમાન ગણાવ્યું.
Trending Photos

કમલનાથના પોતાના ગૃહનગર છિંદવાડાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેમના સમર્થકોએ તેમનો જન્મદિવસ ઉજવ્યો. તેમનો જન્મદિવસ 18 નવેમ્બરે આવે છે પરંતુ અહીં અગાઉથી ઉજવવામાં આવ્યો. વીડિયોમાં સ્વયંને હનુમાન ભક્ત કહેવડાવનારા કમલનાથ કેકની સાથે જોવા મળી રહ્યા છે. મંગળવાર સાંજે છિંદવાડામાં પૂર્વ મુખ્યમંત્રીના ઘરે આ જશ્ન મનાવવામાં આવ્યો.
આ વીડિયો પણ ખાસ જુઓ...
બુધવારે ભાજપ કાર્યાલયમાં પત્રકારો દ્વારા આ અંગે પૂછવામાં આવતા ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર વિરુદ્ધમાં હતી. હવે તેઓ ફક્ત મત માટે હનુમાનજીને યાદ કરે છે. કેક પર હનુમાનજીની તસવીર લગાવે છે અને પછી તેને કાપે છે. આ હિન્દુ ધર્મ અને સનાતન પરંપરાનું અપમાન છે. આ અંગે સંપર્ક કરવામાં આવતા મધ્ય પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાએ કહ્યું કે તેમને આ વિવાદની કોઈ જાણકારી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે