Nitin Gadkari: પ.બંગાળમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી નીતિન ગડકરીની તબિયત, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ
Nitin Gadkari Health Update: કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત બગડી.
Trending Photos
Nitin Gadkari Health Update: કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત બગડી. નેઓટિયા હોસ્પિટલના જાણીતા ડોક્ટર પી બી ભુટિયા પોતે ગડકરીની દેખરેખ રાખી રહ્યા છે.
હવે કેવી છે તબિયત
સિલિગુડીના માટીગારામાં ભાજપના સાંસદ રાજૂ બિસ્ટાના ઘરે ત્રણ ડોક્ટરોની ટીમ નીતિન ગડકરીની સારવારમાં છે. એવું કહેવાય છે કે તેઓ હવે સારું મહેસૂસ કરી રહ્યા છે અને જલદી તેમને દિલ્હી લઈ જવામાં આવી શકે છે.
અગાઉ પણ બગડી ચૂકી છે તબિયત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત આ અગાઉ પણ અનેક કાર્યક્રમો દરમિયાન બગડી ચૂકી છે. અગાઉ સપ્ટેમ્બર 2018માં અહેમદનગરના એક કાર્યક્રમ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત ગડકરી એપ્રિલ 2010માં એક કાર્યક્રમમાં દિલ્હીના જંતર મંતર પર ચક્કર ખાઈને પડ્યા હતા.
આ Video પણ ખાસ જુઓ...
વજન ઓછું કરવા માટે કરાવી હતી સર્જરી
નીતિન ગડકરી ડાયાબિટિસના દર્દી છે અને વજન ઓછું કરાવવા માટે સર્જરી પણ કરાવેલી છે. સપ્ટેમ્બર 2011માં મુંબઈની એક હોસ્પિટલમાં નીતિન ગડકરીએ વજન ઓછું કરાવવા તથા ડાયાબિટિસને કંટ્રોલ કરવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. અત્રે જણાવવાનું કે વજન ઓછું કરવા માટે આ સર્જરી કરાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે