VIDEO: ચૂંટણી સભામાં મંચ પર જ સુઇ ગયા સિદ્ધારમૈયા, જગાડ્યા તો ફરી સુઇ ગયા

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે બાજુમાં બેઠા હતા અને સિદ્ધરમૈયા કર્ણાટક જીતી લીધું હોવાનાં સપના જોઇ રહ્યા હતા

VIDEO: ચૂંટણી સભામાં મંચ પર જ સુઇ ગયા સિદ્ધારમૈયા, જગાડ્યા તો ફરી સુઇ ગયા

નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન રાજ્યનાં મુખ્યમંત્રી તથા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા મંચ પર સુતા જોવા મળ્યા હતા. વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તેઓ ઝોકા ખાઇ રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ વીડિયો રાજ્યનાં કલબુર્ગીમાં કોંગ્રેસની ચૂંટણી રેલી દરમિયાનનો છે. આ દરમિયાન મંચ પર ભાષણ ચાલી રહ્યું હતું. એટલામાં અચાનક કેમેરો સિદ્ધરમૈયા તરફ જાય છે, જેમાં તેઓ સુઇ રહેલા સ્પષ્ટ જોઇ શકાય છે. લાંબો સમય સુધી જ્યારે તેઓએ આંખ ન ઉઘાડી ત્યારે બાજુમાં બેઠેલા અન્ય કોંગ્રેસી નેતાએ તેમને જગાડ્યા હતા.

જો કે જાગીને તેમણે ભાષણ કરી રહેલા નેતા તરફ જોયું અને પોતાનાં હાથ પર માથુ ટેકવીને ફરીથી સુઇ ગયા હતા. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કોંગ્રેસનાં હાલનાં મુખ્યમંત્રી અને ભાવી ઉમેદવાર પોતાની જ પાર્ટીનાં મંચ પર ઉંઘ લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જેમાં તેઓ રાષ્ટ્રગીતની એક જ લાઇન માટે કહી રહ્યા છે. 

— ANI (@ANI) April 30, 2018

કર્ણાટક ભાજપ દ્વારા પોતનાં અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર રાહુલ ગાંધીનો આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રગીત ચાલુ થવા છતા પણ તેઓ ઉભા નહી થતા કોંગ્રેસનાં એક અન્ય નેતા તેમને ઉભા કરે છે. ભાજપે આ ઘટનાને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news