કર્ણાટક: શિમોગામાં ભયંકર વિસ્ફોટ, બારીઓના કાચ તૂટ્યા, 6ના મોત

પથ્થર તોડવાના એક સ્થળ પર રાત્રે સાડા દસ વાગે લગભગ વાગે બ્લાસ્ટ થયો હતો જેથી ના ફક્ત શિમોગા પરંતુ આસપાસના ચિક્કમગલુરૂ અને દાવણગેરે જિલ્લામાં પણ આંચકા અનુભવાયા હતા.  

Updated By: Jan 22, 2021, 07:03 AM IST
કર્ણાટક: શિમોગામાં ભયંકર વિસ્ફોટ, બારીઓના કાચ તૂટ્યા, 6ના મોત

શિમોગ: કર્ણાટકના શિમોગ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ટ્રકમાં ભરી લઇ જવામાં આવી રહેલા વિસ્ફોટકમાં બ્લાસ્ટ થઇ ગયો જેથી ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને આસપાસના વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. પોલીસે આ જાણકારી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ ખનનન્ના ઉદ્દેશ્યથી લઇ જવામાં આવી રહ્યા હતા. પથ્થર તોડવાના એક સ્થળ પર રાત્રે સાડા દસ વાગે લગભગ વાગે બ્લાસ્ટ થયો હતો જેથી ના ફક્ત શિમોગા પરંતુ આસપાસના ચિક્કમગલુરૂ અને દાવણગેરે જિલ્લામાં પણ આંચકા અનુભવાયા હતા.  

જિલેટિન લઇ જઇ રહેલા ટ્રકમાં બ્લાસટ
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિસ્ફોટ એટલો તેજ હતો કે ઘરોની બારીઓના કાચ તૂટી ગયા અને રસ્તા પર તિરાડ પડી ગઇ. બ્લાસ્ટથી એવું લાગ્યું કે જેમ કે ભૂકંપ આવ્યો હોય અને ભૂગર્ભ વૈજ્ઞાનિકો સાથે સંપર્ક કરવામાં આવ્યો. 

ખનનના કામમાં લાગેલો હતો ટ્રક
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'ભૂકંપ આવ્યો ન હતો. પરંતુ શિમોગાના બહારી વિસ્તારમાં ગ્રામીણ પોલીસ સ્ટેશન અંતગર્ત હંસુરમાં વિસ્ફોટ થયો હતો. 

એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે ''જિલેટિન લઇ જઇ રહેલા એક ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. ટ્ર્કમાં હાજર છ મજૂરોના મોત થયા હતા. સ્થાનિય સ્થળે કંપનનો અનુભવ થયો હતો. તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિમોગા કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનું ગૃહ જનપદ છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube