કઠુઆ ગેંગરેપ કેસની CBI તપાસ થશે નહી, ટ્રાયલ પર પણ નહી લાગે પ્રતિબંધ‌- SC

કોર્ટે ટ્રાયલ પર પ્રતિબંધ લગાવવાની મનાઇ કરતાં કહ્યું કે તેમાં જમ્મૂ કાશ્મીર પોલીસની તપાસમાં હસ્તક્ષેપની જરૂર નથી. 

કઠુઆ ગેંગરેપ કેસની CBI તપાસ થશે નહી, ટ્રાયલ પર પણ નહી લાગે પ્રતિબંધ‌- SC

નવી દિલ્હી: કઠુઆ ગેંગરેપ કેસની સીબીઆઇ તપાસ કરનાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી કાઢી છે. શુક્રવારે કેસની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે જો પોલીસની તપાસમાં કંઇ ખોટ હતી તો તેને નીચલી કોર્ટમાં જ ઉઠાવવી જોઇતી હતી. કોર્ટે ટ્રાયલ પર પ્રતિબંધ લગાવવાની મનાઇ કરતાં કહ્યું કે તેમાં જમ્મૂ કાશ્મીર પોલીસની તપાસમાં હસ્તક્ષેપની જરૂર નથી. 

આરોપીની કરી હતી સીબીઆઇ તપાસની માંગ
કઠુઆ ગેંગરેપના મામલે આરોપી પ્રવેશ કુમારે અરજી દાખલ કરી સીબીઆઇ તપાસની માંગ કરી હતી. આરોપીનું કહેવું હતું કે તેના પર જે કથિત રીતે આરોપ લગાવવામાં આવ્યા છે તે ખોટા છે. કોર્ટમાં પોતાનો પક્ષ રાખતાં આરોપીએ કહ્યું હતું કે તે ન્યાય માટે કેસની સીબીઆઇ તપાસ ઇચ્છે છે. 

શું છે સમગ્ર મામલો
આઠ વર્ષીય બાળકી 10 જાન્યુઆરીના રોજ ગુમ થઇ ગઇ હતી જ્યારે તે જંગલમાં ઘોડો ચરાવી રહી હતી. તપાસકર્તાઓએ કહ્યું કતું કે આરોપીએ ઘોડો શોધવામાં મદદના બહાને છોકરીનું અપહરણ કરી લીધું. પોતાની બાળકી ગુમ થવાના કારણે બીજા દિવસે તેના માતા-પિતા દેવીસ્થાન ગયા અને રામ પાસે તેનું સરનામું પુછ્યું. જેના પર તેણે જણાવ્યું કે તે પોતાના સંબંધીના ઘરે ગઇ હશે. ચાર્જશીટ અનુસાર આરોપીએ બાળકીને દેવીસ્થાનમાં બંધક બનાવી રાખવા માટે તેને બેભાન કરવા માટે નશીલી દવાઓ આપી હતી. બાળકીના અપહરણ, હત્યા અને વિશાલ જંગોતત્રા સાથે મળીને વારંવાર બળાત્કાર ગુજારવામાં કિશોરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કિશોર પોતાનો અભ્યાસ છોડી ચૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કિશોરની મેડિકલ તપાસથી સ્પષ્ટ થાય છે કે તે વયસ્ક છે પરંતુ કોર્ટે હજુ સુધી રિપોર્ટનો સંજ્ઞાન લીધો નથી. 

ચાર્જશીટ અનુસાર ખજુરીયાએ બાળકીનું અપહરણ કરવા માટે કિશોરને લાલચ આપી હતી. ખજુરિયાએ તેને વિશ્વાસ અપાવ્યો હતો કે તે બોર્ડની પરીક્ષા પાસ કરાવવામાં તેની મદદ કરશે. ત્યારબાદ તેને પરવેશ દ્વારા પ્લાન ઘડીને તેને અંજામ આપવામાં મદદ માંગી, જે રામ અને ખજુરિયાએ બનાવી હતી. વિશાલ જંગોત્રા પોતાના ભાઇનો ફોન આવ્યા પછી મેરઠથી રાસના પહોંચ્યો અને કિશોર તથા પરવેશની સાથે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો, જેને નશીલી દવાઓ આપવામાં આવી. રામના નિર્દેશ પર બાળકીને મંદિરથી હટાવવામાં આવી અને તેને ખતમ કરવાના ઇરાદાથી મન્નૂ, જંગોત્રા તથા કિશોર તેને નજીકના જંગલમાં લઇ ગયા

હત્યા પહેલાં ફરી ગુજાર્યો સામૂહિક બળાત્કાર
તપાસ અનુસાર ખજુરિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યો અને તેને રાહ જોવા માટે કહ્યું કારણ કે તે બાળકીની હત્યા પહેલાં તેની સાથે ફરીથી બળાત્કાર ગુજારવા માટે માંગતો હતો. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે ફરી એકવાર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવે અને પછી કિશોરે તેની હત્યા કરી દીધી. તેમાં કહેવામાં આવ્યું છે કે કિશોરે બાળકીના માથામાં એક પત્થર વડે બે વખત પ્રહાર કર્યા અને તેની લાશને નજીકના જંગલમાં ફેંકી દીધી. લાશ મળ્યાના લગભગ અઠવાડિયા બાદ 23 જાન્યુઆરીએ સરકારે આ કેસ ક્રાઇમ બ્રાંચને સોંપ્યો જેને એસઆઇટીની રચના કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news