VIDEO: સ્કૂટર સવાર પર ભેંસ ત્રાટકી, કબાડ બનાવી દીધું, જો જો તમારા ના થાય હાલ આવા

Buffalo attack scooty Viral Video: ગુજરાતમાં પણ રખડતી ગાયો અને આખલાઓનો આતંક ઓછો નથી જો તમે સ્કૂટર કે બાઈક લઈને જઈ રહ્યાં હોતો સાચવીને જજો નહીં તો આ ભાઈ જેવા હાલ થશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ઉભેલી એક ભેંસે સ્કૂટી સવારને જોતાંની સાથે જ તેની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સ્કૂટર સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ભેંસે તેને બચાવવા આવેલા લોકોનો પણ પીછો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાઈ તો કૂદીને ખેતરોમાં પડ્યો હતો. એને બચવા માટે વાડ પણ જોઈ ન હતી. 

VIDEO: સ્કૂટર સવાર પર ભેંસ ત્રાટકી, કબાડ બનાવી દીધું, જો જો તમારા ના થાય હાલ આવા

Buffalo attack scooty Viral Video: ગુજરાતમાં રખડતા આખલાઓનો ત્રાસ છે. ખુલ્લામાં રખડતા પશુઓ ગમે ત્યારે હુમલો કરે છે. આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં ખુલ્લામાં રખડતા પ્રાણીઓ રસ્તા પર ચાલતા લોકો પર હુમલો કરીને તેમને ઘાયલ કર્યા છે. ગુજરાતમાં પણ આ પ્રકારના કેસો ઓછા નથી. તમારે ગાય કે આખલાની નજીકથી પસાર થવાનું આવે તો સાચવીને નીકળજો નહીં તો લેવાના દેવા પડી જશે. 

વિડીયોમાં જોઈ શકાય છે કે એક ભેંસ ચોકડી પર ઉભી છે. એક સ્કૂટર સવાર તેની નજીકથી પસાર થતાં જ તેણે હુમલો કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ભેંસે સ્કૂટરને પલટાવી દીધું છે અને  ભેંસ પડી ગયેલા સ્કૂટર પર હુમલો કરવા લાગી છે. કોઈ રીતે સ્કૂટર સવારે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના જોઈ કેટલાક લોકો મદદ માટે દોડી આવ્યા ત્યારે ભેંસે તેમનો પણ પીછો કર્યો હતો. આ લોકો પણ જીવ બચાવવા ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આ વીડિયો કેરળના કોચી એરપોર્ટ રોડનો હોવાનું કહેવાય છે. જોકે, અમે કોઈ દાવો કરી રહ્યાં નથી.

વીડિયો પર લોકોનો મેસેજોનો મારો
એકે લખ્યું છે કે આ ભેંસે જે રીતે હુમલો કર્યો છે તે જોઈને લાગે છે કે ટ્રાફિક ઈન્સ્પેક્ટરે તેને રોકી દીધી છે અને કાયદો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજાએ લખ્યું કે કેમેરામેન સારો ન હતો, તે પોતે જીવ બચાવવા ભાગતો જોવા મળ્યો હતો. આવું થોડું બને છે, આખી ઘટના બતાવવાની જવાબદારી માત્ર કેમેરામેનની છે. 

એકે લખ્યું કે આ ઘટના ખરેખર ખૂબ જ ખતરનાક છે, સરકારે તેના પર કાર્યવાહી કરવી જોઈએ. ત્રીજાએ લખ્યું કે આ પ્રાણીઓ ક્યારે અને કોના પર હુમલો કરશે તે ખબર નથી. એક સોશિયલ મીડિયા યુઝરે મજાકમાં લખ્યું કે આવી ઘટનાઓથી લોકો રસ્તા પર નીકળતી વખતે ધ્યાનથી આસપાસ જોશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news