corona cases

કોરોનાના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ વચ્ચે શું છે તફાવત? જાણો શું કહે છે નિષ્ણાતો

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના 3000થી વધુ કેસ નોંધાયા છે. આ વેરિયન્ટની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં થઈ હતી અને તે પછી તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણા નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન વેરિયન્ટમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘણું ઓછું છે. તે જ સમયે, કેટલાક નિષ્ણાતો કહે છે કે માત્ર Omicron દેશમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે.

Jan 7, 2022, 02:57 PM IST

સૌથી મોટા ખુશખબર! Omicron થી હવે ડરવાની જરૂર નથી, આજ વેરિયન્ટ કોરોનાનો ખાતમો કરશે

બ્રિટિશ મેડિકલ કાઉન્સિલના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ રામ એસ. ઉપાધ્યાયે ઓમિક્રોન વિશે રાહતના સમાચાર આપ્યા છે. ડો.ઉપાધ્યાયના જણાવ્યા મુજબ ઓમિક્રોન શ્વાસનળીમાં રોકાઈને પોતાની સંખ્યા વધારે છે. ઓમિક્રોન ફેંફસામાં પહોંચે ત્યાં સુધીમાં તેની ઝડપ 10 ગણી ઘટી જાય છે.

Dec 31, 2021, 07:45 PM IST

Corona : તૂટ્યા જૂના તમામ રેકોર્ડ! 1 દિવસમાં સામે આવ્યા 16 લાખ કેસ, આટલા લોકોના મોત

કોરોના મહામારીને લઇને ફરી આખી દુનિયામાં સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. આખી દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. WHO એ પણ આખી દુનિયાને ચેતાવણી આપતાં કહ્યું કે કોરોના ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે.

Dec 30, 2021, 06:05 PM IST

Omicron ના વધતા જતા ખતરા વચ્ચે દિલ્હીમાં નાઇટ કર્ફ્યુંની જાહેરાત, જાણો શું રહેશે ટાઇમિંગ

આ રાત્રિ કર્ફ્યુ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરીની સરકારોએ કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે.

Dec 26, 2021, 07:51 PM IST

89 દેશોમાં પહોંચી ગયો કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, દોઢથી 3 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે કેસ

16 ડિસેમ્બર 2021 સુધીમાં, તમામ છ WHO રીઝનમાં 89 દેશોમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે. 

Dec 18, 2021, 11:51 PM IST

દેશમાં આજે ઓમિક્રોનના 30 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 145 થઈ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ

ભારતમાં હવે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધી દેશના 12 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહોંચી ગયો છે. 

Dec 18, 2021, 10:50 PM IST

10 રાજ્યોના આ 27 જિલ્લામાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ, કેન્દ્ર સરકારે પત્ર લખી આપી ચેતવણી

આ પત્ર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવ અને અધિકારીઓને ત્યાં વધતા કોરોના કેસ વિશે ચેતવણી આપવામાં આવી છે.

Dec 11, 2021, 03:38 PM IST

Gujarat Corona Upadate: ગુજરાતમાં કોરોના કેસમાં તોતિંગ વધારો, 4 મહાનગરોમાં નોંધાયા આટલા કેસ

ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં આજે મોટો વિસ્ફોટ થયો છે, આજે રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાતા ચકચાર મચી છે. તો બીજી તરફ 28 દર્દી રિકવર પણ થયા છે.

Dec 9, 2021, 07:35 PM IST

Corona: રશિયામાં એક દિવસમાં 32 હજારથી વધુ કેસ, 1206 મૃત્યુ, જાણો અન્ય દેશોની સ્થિતિ

છેલ્લા 24 કલાકની અંદર 30,593 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રશિયામાં કોરોનાથી સાજા થનારાની કુલ સંખ્યા 85 લાખ 2 હજાર 406 (8,502,406) થઈ ગઈ છે. 

Dec 5, 2021, 05:32 PM IST

કોરોનાના કેસમાં વધારો થયા છતાં ગુજરાતીઓ માસ્ક વગર બેફામ ઘુમી રહ્યા છે

તહેવારો પૂર્ણ થતાં અને લોકો પોતાનું દિવાળી વેકેશનમાં બહાર ફરી અને પરત તો આવી ગયા છે પરંતુ રાજ્યના અનેક શહેરોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે લોકો હવે જ્યારે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા. ત્યારે લોકોમાં ફરી જાગૃતતા લાવવા ઝી 24 કલાક દ્વારા એક પ્રયાસ કરી લોકોને ફરી આ બાબતે જાગૃત રહેવા અપીલ કરી હતી.

Nov 14, 2021, 06:44 PM IST

દિલ્હીમાં ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ, એક સપ્તાહમાં 30 કન્ટેઈન્મેન્ટ ઝોન વધ્યા

રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી 14,40,118 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 14,14,662 દર્દીઓ સાજા થયા, જ્યારે 25091 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
 

Nov 7, 2021, 10:22 PM IST

Gujarat Corona Update: COVID - 19 કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ દર્દીનું મોત નહી

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 8,14,747 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. એક દિવસમાં સૌથી વધારે 6,01,720 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. 

Aug 7, 2021, 07:51 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 15 નવા કેસ, 28 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 15 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 28 દર્દીઓ સાજા થઇ ગયા હતા

Aug 4, 2021, 09:01 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 28 નવા કેસ, 39 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 39 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,452 દર્દીઓએ કોરોનાને માત આપી છે

Jul 28, 2021, 08:40 PM IST

Corona: દેશમાં નવા કેસમાં 68 ટકાનો ઘટાડો, વેક્સિનની બાબતમાં અમેરિકાથી આગળ નિકળ્યું ભારતઃ સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં ઝડપથી કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટિંગ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી સક્રિય કેસની સંખ્યા 16,35,993 છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની ઓળખ કરવા માટે ઝડપથી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

Jun 4, 2021, 05:50 PM IST

COVID19: દેશમાં કોરોના સંક્રમિતો મોતનો આંકડો 4 હજારથી નીચે આવ્યો, આટલા લોકો થયા સંક્રમિત

14 મે સુધી દેશભરમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે. ગત થોડા દિવસો પહેલાં 11 લાખ 3 હજાર 625 રસી લગાવવામાં આવી. તો અત્યાર સુધી 31.30 કરોડથી વદુહ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

May 15, 2021, 10:55 AM IST

Kerala માં એક વ્યક્તિએ સેક્સ માટે માગ્યો ઈ-પાસ, પોલીસ તે શખ્સના ઘરે પહોંચી અને...

દેશભરમાં કોરોના કેસોએ (Corona Cases In India) દરેકને ચિંતામાં મુકી દીધા છે. દરેક રાજ્ય તેના સ્તરે કોરોના કેસો સાથે વ્યવહાર કરવાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે. ઘણા રાજ્યોમાં આખું લોકડાઉન (Lockdown) લાદવામાં આવ્યું છે

May 14, 2021, 06:49 PM IST

Corona: બીજી લહેરમાં યુવાનો કેમ થઈ રહ્યાં છે સંક્રમિત? ICMRએ આપ્યું કારણ

ICMR ચીફ ડો. બલરામ ભાર્ગવ (Dr. Balaram Bhargava) એ કહ્યુ કે, કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરના આંકડાની તુલના તે દેખાડે છે કે ઉંમરનું વધુ અંતર નથી. તેમણે કહ્યું કે, 40 વર્ષરથી વધુ ઉંમરના લોકો પ્રતિકૂળ પ્રભાવો પ્રમાણે વધુ સંવેદનશીલ છે. 

May 11, 2021, 11:40 PM IST

Corona ટેસ્ટ પર નવી એડવાઇઝરી, હવે દરેક હોસ્પિટલમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે

ડો. ભાર્ગવે કહ્યુ કે, દેશમાં પોઝિટિવિટી રેટ લગભગ 21 ટકાની નજીક છે. દેશના 310 જિલ્લા એવા છે. તેમાં પોઝિટિવિટી રેટ દેશના એવરેજ પોઝિટિવિટી રેટ કરતા વધુ છે. 
 

May 11, 2021, 06:52 PM IST

Covid 19 India: ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ઘટી રહ્યાં છે કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ  COVID19 કેસમાં નિયમિત ઘટાડો થઈ રહ્યો છે. 
 

May 11, 2021, 04:53 PM IST