દુશ્મનો માટે કાળ અને આયર્ન ડોમનો 'બાપ'; ભારતે 10 ગામડા ખાલી કરાવીને કર્યો એવો ટેસ્ટ, ચીન-પાકિસ્તાન હલી ગયા
DRDO Missile Defence System: ભારતે લાંબા અંતરની પરમાણુ મિસાઈલોને પહોંચી વળવાની ક્ષમતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. આ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમનો બીજો તબક્કો છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે ભારતે દુશ્મનની 5000 કિલોમીટર રેન્જવાળી પરમાણુ શક્તિથી સંપન્ન મિસાઈલ વિરુદ્ધ પોતાની રક્ષા કરવાની ક્ષમતા દેખાડી છે.
Trending Photos
DRDO Missile Defence System: ભારતે લાંબા અંતરની પરમાણુ મિસાઈલોને પહોંચી વળવાની ક્ષમતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. આ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમનો બીજો તબક્કો છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે ભારતે દુશ્મનની 5000 કિલોમીટર રેન્જવાળી પરમાણુ શક્તિથી સંપન્ન મિસાઈલ વિરુદ્ધ પોતાની રક્ષા કરવાની ક્ષમતા દેખાડી છે. આ ટેસ્ટ માટે ઓડિશાના 10 ગામ ખાલી કરાવવામાં આવ્યા હતા. બુધવારે ધામરા મિસાઈલ કોમ્પ્લેક્સથી દુશ્મનની ટાર્ગેટ મિસાઈલ લોન્ચ થઈ. ચાર મિનિટની અંદર, BMD સિસ્ટમ 'ઈન્ટરસેપ્ટર મિસાઈલ' લોન્ચ કરી દીધી. ઈન્ટરસેપ્ટરે ટાર્ગેટ મિસાઈલને ધ્વસ્ત કરી દીધી. ભારતની આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, ઈઝરાયેલની આયર્ન ડોમ જેવી છે. જો કે અમેરિકા, રશિયા, ચીન અને ઈઝરાયેલ જેવા દેશોથી ઉલ્ટું ભારતે પ્રભાવી BMD સિસ્ટમની તૈનાતી માટે હજુ લાંબો રસ્તો નક્કી કરવાનો છે.
કેવી રીતે કરાયો ટેસ્ટ
બુધવારે સાંજે 4020 વાગે ધામરા મિસાઈલ કોમ્પ્લેક્સથી એક ટાર્ગેટ મિસાઈલ છોડવામાં આવી જે દુશ્મનની લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલની નકલ હતી. જમીન અને સમુદ્રમાં લાગેલા રડારોની મદદથી BMD સિસ્ટમે તરત આ મિસાઈલની ભાળ મેળવી લીધી. ત્યારબાદ ચાંદીપુરથી AD (એડવાન્સ્ડ એરિયા ડિફેન્સ) એન્ડો એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલ છોડવામાં આવી. DRDO ના એક અધિકારીએ જણાવ્યું કે ઈન્ટરસેપ્ટરે ટાર્ગેટને નષ્ટ કરી દીધી. ફ્લાઈટ ટેસ્ટે ટ્રાયલના તમામ ઉદ્દેશ્યોને પૂરા કર્યા જેનાથી લાંબા અંતરના સેન્સર, લો લેટેન્સી કોમ્યુનિકેશન સિસ્ટમ અને એડવાન્સ્ડ ઈન્ટરસેપ્ટર મિસાઈલોથી યુક્ત સંપૂર્ણ નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ હથિયાર પ્રણાલીની પુષ્ટિ થઈ.
કેવી છે આ સિસ્ટમ
DRDO અધિકારીના જણાવ્યાં મુજબ આ સોલિડ ફ્યૂલ, બે સ્ટેજવાળા ઈન્ટરેસેપ્ટર મિસાઈલ સિસ્ટમ 'આંતરદેશીયથી લઈને નિમ્ન બાહ્ય-વાયુમંડળીય ક્ષેત્રોના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં દુશ્મનના અનેક પ્રકારના બેલિસ્ટક મિસાઈલ જોખમોને બેઅસર કરવા માટે' છે.
10 ગામડા ખાલી કરાયા
ચાંદીપુરમાં મિસાઈલ ટેસ્ટ કરતા પહેલા DRDO એ લોન્ચિંગ કોમ્પ્લેક્સ (LC-III) ના સાડા ત્રણ કિલોમીટરના દાયરામાં આવતા ગામડાઓમાંથી 10,581 લોકોને સુરક્ષિત ઠેકાણે લઈ જવાયા. DRDO એ ઓડિશા સરકારને પહેલેથી જ સૂચના આપી દીધી હતી. તમામને ચક્રવાત આશ્રયસ્થળોમાં ખસેડવામાં આવ્યા હતા.
BMD સિસ્ટમની ફેઝ-1
DRDOએ BMD સિસ્ટમના ફેઝ-1 સંબંધિત તમામ ટેસ્ટ પૂરા કરી લીધા છે. આ તબક્કાને 2000 કિલોમીટર સુધીની રેન્જવાળી દુશ્મન મિસાઈલોને ખતમ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી હતી. ફેઝ 1હેઠળ BMDને પૃથ્વીના વાયુમંડળની અંદર (એન્ડો) અને બહાર (એક્સો), બંને જગ્યા પર 15-25 કિમીથી લઈને 80-100 કિમીની ઊંચાઈ પર ટાર્ગેટને હિટ કરવાનો હતો. જો કે Mach 4.5એટલે કે સુપરસોનિક ગતિથી ઉડાણ ભરનારી ઈન્ટરસેપ્ટર મિસાઈલોની સાથે BMD સિસ્ટમના ફેઝ-1ને હજુ સુધી તૈનાત કરાયો નથી.
ભારતનો આયર્ન ડોમ
ઈઝરાયેલના મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એટલે કે આયર્ન ડોમ સમગ્ર દુનિયામાં મશહૂર છે. જો કે ઈઝરાયેલ, અમેરિકા, ચીન અને રશિયાથી ઉલ્ટુ ભારતે એક પ્રભાવી બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં લાંબી સફર ખેડવાની છે. ભારતનો BMD કાર્યક્રમ 1990s થી ચાલુ છે. પહેલી ઈન્ટરસેપ્ટર મિસાઈલનો ટેસ્ટ નવેમ્બર 2006માં કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે