કોણ છે ભગત સિંહ કોશ્યારી, જેમના હાથમાં છે મહારાષ્ટ્રના રાજકારણની ચાવી

ભગત સિંહ કોશ્યારીનો જન્મ 17 જુન, 1942ના રોજ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના નામતી ચેતાબાગડ ગામમાં થયો હતો. ભાજપને ઉત્તરાખંડમાં સ્થાન અપાવનારા નેતાઓમાં ભગત સિંહ કોશ્યારીનું પણ મોટું યોગદાન છે. તેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS) અને ભાજપને સમર્પિત કરેલું છે. 

Yunus Saiyed - | Updated: Nov 12, 2019, 05:58 PM IST
કોણ છે ભગત સિંહ કોશ્યારી, જેમના હાથમાં છે મહારાષ્ટ્રના રાજકારણની ચાવી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસથી રાજકારણ ગરમાયેલું છે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના હાથમાં રાજ્યની સત્તા કોને સોંપવી તેની ચાવી છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના બાબતે રાજ્યપાલ કોશ્યારીના આમંત્રણ પછી ભાજપે પોતાના પગ પાછા ખેચી લીધા છે. ત્યાર પછી શિવસેના નક્કી કરેલી સમયમર્યાદામાં 145 ધારાસભ્યોનું સમર્થન હોવાનો પત્ર રાજ્યપાલે સોંપી શકા નથી. આ કારણે રાજ્યપાલે મહારાષ્ટ્રની ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે અને તેનો સમય પણ સાંજે સમાપ્ત થઈ રહ્યો છે. 

હવે જો એનસીપી પણ બહુમતનો દાવો રજુ કરી શકે નહીં તો મહારાષ્ટ્રના રાજકીય સંકટનો ઉકેલ લાવવાની જવાબદારી કોશ્યારી પર રહેશે. હાલ તો કોશ્યારીએ રાજ્યમાં સરકારની રચનાના કોઈ સંકેત ન જણાતા હોઈ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કરી હતી, જેના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજુરી આપીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. 

કોણ છે ભગત સિંહ કોશ્યારી
ભગત સિંહ કોશ્યારીનો જન્મ 17 જુન, 1942ના રોજ ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના નામતી ચેતાબાગડ ગામમાં થયો હતો. ભાજપને ઉત્તરાખંડમાં સ્થાન અપાવનારા નેતાઓમાં ભગત સિંહ કોશ્યારીનું પણ મોટું યોગદાન છે. તેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS) અને ભાજપને સમર્પિત કરેલું છે. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ અલ્મોડામાં લીધું હતું. ત્યાર પછી આગરા યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ કર્યો છે. કોશ્યારી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રહેવા ઉપરાંત ઉત્તરાખંડ ભાજપના પ્રથમ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનઃ રામનાથ કોવિંદે રાજ્યપાલની ભલામણ પર મહોર મારી

વિદ્યાર્થી કાળમાં પ્રવેશ્યા રાજકારણમાં
ભગત સિંહ કોશ્યારીએ વિદ્યાર્થી કાળમાં જ રાજકારણમાં પગ મુકી દીધો હતો. 1961માં કોશ્યારી અલ્મોડા કોલેજ વિદ્યાર્થી સંઘના મહામંત્રી ચૂંટાયા હતા. ઈન્દિરા ગાંધી દ્વારા 1975માં લાગુ કરવામાં આવેલી કટોકટીનો કોશ્યારીએ વિરોધ કર્યો છે. જેના કારણે તેમને લગભગ પોણા બે વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. 23 માર્ચ, 1977ના રોજ જેલમાંથી મુક્ત થયા અને તેના દ્વારા તેમને એક રાજકીય ઓળખ મળી. 

2001માં ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા 
કોશ્યારી 1979થી 1985 અને પછી 1988થી 1991 સુધી કુમાઉ યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં મુખ્ય સભ્ય હતા. ઉત્તરાખંડ બનતા પહેલા 1997માં કોશ્યારી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉત્તારાખંડ રાજ્યના અસ્તિત્વમાં આવ્યા પછી, નિત્યાનંદ સ્વામી મુખ્યમંત્રી બન્યા ત્યારે કોશ્યારી ઉત્તરાખંડની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. ત્યાર ફચી ઉત્તારખંડ વિધાનસભા ચૂંટણીના લગભગ 6 મહિના પહેલા ઉત્તારખંડની સત્તા કોશ્યારીને સોંપવામાં આવી હતી. તેઓ 30 ઓક્ટોબર, 2001થી 1 માર્ચ, 2002 સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. 

મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?

રાજ્યસભાના સાંસદથી રાજ્યપાલ સુધીની સફર
ઉત્તરાખંડની 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થઈ ગયા પછી કોશ્યારીએ 2002થી 2007 સુધી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી સંભાળી હતી. ત્યાર પછી 2007થી 2009 સુધી તેઓ ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા. આ દરમિયાન જ 2007માં ભાજપને ઉત્તરાખંડમાં ફરીથી સત્તા મળી હતી. જોકે, પાર્ટીએ તેમને મુખ્યમંત્રી બનાવ્યા ન હતા. 

ત્યાર ફછી તેઓ 2008થી 2014 સુધી ઉત્તરાખંડમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 2014માં ભાજપે તેમને નૈનીતાલ સીટ પરથી લોકસભાની ટિકિટ આપી અને ચૂંટણી જીતીને તેઓ લોકસભામાં પહોંચ્યા હતા. જોકે, 2019ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. ભગત સિંહ કોશ્યારી આરએસએસ સાથે અત્યંત નજીક રહ્યા હતા, જેના કારણે મોદી સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલની જવાબદારી સોંપી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....