કુમાર વિશ્વાસે લખ્યો પત્ર, જેટલીએ પરત લીધો માનહાનિનો કેસ
આ મામલામાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે અરૂણ જેટલીને પત્ર લખીને આ મામલામાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા દુખ વ્યક્ત કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ આમ આદમી પાર્ટીના નેતા અને કવિ કુમાર વિશ્વાસ વિરુદ્ધ માનહાનિનો કેસ પરત ખેંચી લીધો છે. આ સાથે ઘણા મહિનાની ચાલતા આ વિવાદમાં સમાધાન થઈ ગયું છે. કુમાર વિશ્વાસે એક પત્ર લખીને આ ઘટનામાં પોતાનો પક્ષ રાખ્યો, ત્યારબાદ કેન્દ્રીય નાણાપ્રધાને આ કેસ પરત લઈ લીધો છે.
મોબાઇલના માધ્યમથી અરૂણ જેટલીના વકીલોએ કોર્ટને જણાવ્યું કે, તે માનહાનિનો કેસ પૂરો કરવા માંગે છે, કારણ કે, કુમાર વિશ્વાસે અરૂણ જેટલીને પત્ર લખીને માફી માંગી લીધી છે. હવે બંન્ને તરફથી કોર્ટમાં એક જોઇન્ટ એપ્લિકેશન દાખલ કરવામાં આવશે અને કોર્ટ આ મામલાને ખતમ કરી દેશે.
વિશ્વાસે જેટલીને લખેલા પત્રમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના કહેવા પર જ પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ તથા પ્રવક્તાઓએ તેની વાત કરી હતી અને હવે અરવિંદ કેજરીવાલ તેના સંપર્કમાં નથી. તે જુઠુ બોલીને ગાયબ થઈ ગયા છે.
વિશ્વાસે કહ્યું કે, કેજરીવાલ વ્યવહારુ જૂઠ છે અને પાર્ટીના કાર્યકર્તા હોવાને નાતે તેણે માત્ર કેજરીવાલની વાતનું પુનર્રાવર્નત કર્યું હતું. કુમાર વિશ્વાસે કોર્ટને જણાવ્યું કે અરૂણ જેટલી સાથે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મની નથી અને ન તો તેણે વ્યક્તિગત રૂપે આ આરોપ જેટલી પર લગાવ્યા હતા. જે પણ આરોપ તેના દ્વારા લગાવવામાં આવ્યા તે, મુખ્ય નેતાઓની વાતને પુનર્રાવર્તિત કરી હતી.
મહત્વનું છે કે, માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ સહિત અન્ય તમામ આરોપીઓ દ્વારા માફી માંગી લીધા બાદ વિશ્વાસ આ મામલામાં એકલો બાકી હતો.
આ પત્રમાં વિશ્વાસે સ્પષ્ટ કર્યું કે, કઈ રીતે અરવિંદ કેજરીવાલે તેને તથા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશને છેતરીને
કહેવાતા પૂરાવાનો હવાલો આપતા જેટલી પર આરોપ લગાવ્યો હતો. તેના પર નાણા પ્રધાન અરૂણ જેટલીએ માનહાનિનો કેસ પરત લઈ લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે