ગુજરાતનો આ ટોપર બન્યો દેશના તમામ વિદ્યાર્થીઓ માટે મોટું ઉદાહરણ
જો મનમાં કંઈ કરાવાની ઇચ્છા હોય તો કોઈ અંતરાય તમારો રસ્તો રોકી નથી શકતો
Trending Photos
નવી દિલ્હી (નિર્મલ ત્રિવેદી) : જો મનમાં કંઈ કરાવાની ઇચ્છા હોય તો કોઈ અંતરાય તમારો રસ્તો રોકી નથી શકતો. આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે વડોદરાનો શિવમ. ગુજરાત બોર્ડના 10મા ધોરણની પરીક્ષા આપી ચૂકેલા શિવમને બે હાથ અને એક પગ નથી પણ પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે તેણે એની સામે લડવાનો મજબૂત નિર્ણય લીધો. આજે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં શિવમે ટોપ કર્યું છે અને એને 98.53 ટકા માર્ક મળ્યા છે.
ગુજરાત સેકન્ડરી એ્ન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ના 10મા ધોરણનું પરિણામ જાહેર થયું છે. 10 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં 6015 વિદ્યાર્થી દિવ્યાંગ હતા. વડોદરા શહેરના બરાનપુરાના વિજયનગર વિસ્તારમાં રહેતા સોલંકી પરિવાનરો દીકરો શિવમ બીજા માટે ઉદાહરણરૂપ બની ગયો છે. શિવમ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે ધાબે પતંગ ઉડાવવા ગયો હતો. આ સમયે તેને વીજળીના તારનો કરંટ લાગી ગયો હતો અને તેના હાથ-પગને ભારે ઇજા પહોંચી હતી. આ સમયે તેનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેના બે હાથ અને એક પગ કાપી નાખ્યો હતો.
આ દુર્ઘટના પછી સફાઈ કર્મચારી તરીકે કાર્યરત શિવમના પિતા અને ગૃહિણી માતા પાસે દીકરાની સ્થિતિ સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નહોતો. તેણે ધીરેધીરે શિવમને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કર્યો. માતા-પિતાએ બંધાવેલી હિંમત રંગ લાવી અને શિવમે અભ્યાસમાં સારો દેખાવ કરવાનું શરૂ કરી દીધું છે. આજે શિવમના ઘરે દીકરાની સફળતાને કારણે ભારે ઉત્સાહનો માહોલ છે. શિવમ આગળ જઈને ભવિષ્યમાં ડોક્ટર બનવા માગે છે અને એ માટે મહેનત કરવા તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે