લખીમપુર ખીરી હિંસાની SIT કરશે તપાસ, છ સભ્યોની ટીમની રચના
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Kheri Violence) ની તપાસ એસઆઈટી કરશે. તપાસ માટે 6 સભ્યોની એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Kheri Violence) ની તપાસ એસઆઈટી (SIT) કરશે. તપાસ માટે છ સભ્યોની એસઆઈટી ટીમની રચના કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. IG રેન્જ લખનઉ રશ્મિ સિંહ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સાથે આ મામલામાં એક નિવૃત જસ્ટિસની દેખરેખમાં ન્યાયીક તપાસ પણ થશે.
શું છે લખીમપુર ખીરી હિંસાની FIRમાં?
લખીમપુર ખીરી હિંસા મામલામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા અને 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં લખ્યું છે, 3 ઓક્ટોબર 2021ના કિસાન અને મજૂર કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય શાસન ઉત્તર પ્રદેશ વિરુદ્ધ કાળા ઝંડા દેખાડવા માટે મહારાજા અગ્રસેન ઇન્ટર કોલેજ, ક્રીડા સ્થળ, તિકુનિયા ખીરી પર શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા. ઘટના ત્રણ કલાકની છે.
આ પણ વાંચોઃ CoronaVirus Third Wave: ICMR એ આપી ચેતવણી, ભારતમાં આયોજનો અને પર્યટનથી ત્રીજી લહેરનો ખતરો
એફઆઈઆરમાં આગળ લખ્યું છે- તે સમયે કેન્દ્રીય ગૃહ મંત્રીના પુત્ર આશીષ ફર્ફ મોનૂ પોતાના ત્રણ-ચાર વાહનો પર સવાર 15-20 અજાણ્યા હથિયારથી લેસ વ્યક્તિઓ સાથે બનવીરપુરથી સભા સ્થળ તરફ તીવ્ર ગતિથી આવ્યા. આશીષ મિશ્રા ઉર્ફે ટોની પોતાની થાર મહિન્દ્રા ગાડીમાં બાડી સીટ પર બેસી ફાયરિંગ કરતા, ભીડને ઉલાળતા આગળ વધ્યા. ફાયરિંગને કારણે કિસાન ગુરવિંદર સિંહ (22 વર્ષ) નું ગોળી લાગવાથી મોત થયું. આશીષની ઝડપી ગતિથી આવતી બે ગાડીઓ નંબર UP31 AS 1000 અને UP32 KM 0036 તથા અજાણ્યું વાહન અનિયંત્રિત થઈને ખાડામાં પલ્ટી ગઈ જેનાથી અનેક રાહદરી ઈજાગ્રસ્ત થઈ ગયા. આશીષ ફાયરિંગ કરતા શેરડીમાં જઈને છુપાય ગયો, અત્યાર સુધી ચાર કિસાનોના મોત થયા છે.
પુત્ર વિરુદ્ધ પૂરાવા મળ્યા તો મંત્રી પદ છોડી દઈશ
આ વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યુ કે, જો કોઈ તેમના પુત્ર આશીષ મિશ્રાના ઘટના સ્થળે હાજર હોવાના એકપણ પૂરાવા રજૂ કરશે તો તે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે. બીજીતરફ કિસાન સંગઠનોનો દાવો છે કે આશીષ મિશ્રાની સાથેની એક કારે વિરોધ કરી રહેલા કિસાનોને કચડી દીધા. પરંતુ અજય મિશ્રા અને તેમના પુત્ર આશીષે દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓએ કાફલા પર હુમલો કર્યો અને એક ડ્રાઇવર અને બે ભાજપ કાર્યકર્તા સહિત ત્રણ અન્યની હત્યા કરી દીધી. અજય મિશ્રાએ કહ્યુ- અમારા સ્વયંસેવક અમારા મુખ્ય અતિથિના સ્વાગત માટે ગયા હતા અને હું તેમની સાથે હતો. તે સમયે કેટલાક અસામાજિક તત્વોના કાફલા પર હુમલો કરી દીધો, આ દરમિયાન કારના ચાલકને ઈજા થઈ અને તેણે સંતુલન ગુમાવી દીધુ. જેના પરિણામસ્વરૂપ કાર પલટી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે