ભાજપ માટે ગઢ આલા પર સિંહ ગેલા: 25 વર્ષ બાદ કોંગ્રેસનો ભાણવડ પાલિકામાં ઐતિહાસિક વિજય
ગુજરાતની પાલિકા-પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં 76 ટકા બેઠકો કબજે કરવામાં ભાજપ સફળ રહ્યું. જો કે દેવભૂમિ દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં ભાજપણી રણનીતિ નિષ્ફળ સાબિત થઇ હતી. ભાણવડ પાલિકાની 24 બેઠકો પૈકી 16 કોંગ્રેસે કબજે કરીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. ભાજપના ફાળે માત્ર 8 બેઠકો જ ગઇ છે. કોંગ્રેસી ધારાસભ્યએ અહીં પાર્ટીની જીતનો શ્રેય ભાણવડની જનતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓને આપ્યો હતો. જનતાનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Trending Photos
દ્વારકા : ગુજરાતની પાલિકા-પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં 76 ટકા બેઠકો કબજે કરવામાં ભાજપ સફળ રહ્યું. જો કે દેવભૂમિ દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં ભાજપણી રણનીતિ નિષ્ફળ સાબિત થઇ હતી. ભાણવડ પાલિકાની 24 બેઠકો પૈકી 16 કોંગ્રેસે કબજે કરીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. ભાજપના ફાળે માત્ર 8 બેઠકો જ ગઇ છે. કોંગ્રેસી ધારાસભ્યએ અહીં પાર્ટીની જીતનો શ્રેય ભાણવડની જનતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓને આપ્યો હતો. જનતાનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાણવડ પાલિકા સુપરસીડ કરાયા બાદ અહીં મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત થઇ હતી. પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો કબજે કરવા માટે ભાજપ તથા કોંગ્રેસે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી. જો કે અહીં પરિણામ જાહેર થતા કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી હતી અને 16 સીટો કબજે કરી હતી. કાર્યકરોમાં પરિણામ જાહેર થયા બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ભાજપ માત્ર 8 જ બેઠક જીતી શક્યું હતું. ભાણવડ પાલિકાની 6 વોર્ડની ચૂંટણીમાં 2 વોર્ડમાં કોંગ્રેસની સંપુર્ણ પેનલ વિજયી બની હતી. જ્યારે અન્ય ચાર વોર્ડોમાં પેનલો તુટી હતી.
વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો. વોર્ડ નંબર 2 માં બંન્ને પાર્ટીના બબ્બે ઉમેદવારોનો વિજય થયો હતો. વોર્ડ નંબર 3 માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી. વોર્ડ નંબર 4 માં બંન્ને પાર્ટીના બે બે ઉમેદવારોનો વિજય, વોર્ડ નંબર 5 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. જ્યારે 6 નંબરના વોર્ડમાં કોંગ્રેસના ફાળે 3 જ્યારે ભાજપના ફાળે 1 બેઠક ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં વિક્રમ માડમ સીધી નજર રાખી રહ્યા હતા. ખુદ વિક્રમ માડમ પણ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે