CoronaVirus Third Wave: ICMR એ આપી ચેતવણી, ભારતમાં આયોજનો અને પર્યટનથી ત્રીજી લહેરનો ખતરો

CoronaVirus Third Wave: કોરોના સંક્રમણમાં કમી આવવાની સાથે લોકોની બેદરકારી વધી રહી છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ચેતવણી આપી છે. 

CoronaVirus Third Wave: ICMR એ આપી ચેતવણી, ભારતમાં આયોજનો અને પર્યટનથી ત્રીજી લહેરનો ખતરો

નવી દિલ્હીઃ CoronaVirus Third Wave: આમ તો ભારતમાં કોરોના વાયરસના નવા કેસ ખુબ ઓછા થઈ ગયા છે. મંગળવારે સવારે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 18346 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 209 દિવસમાં સૌથી ઓછા કેસ છે. તેવામાં મહામારીનો પ્રકોપ ઘટતો જોઈ લોકોની બેદરકારી સતત વધી રહી છે. જેણે નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી છે. તો થોડા દિવસમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે, જેને લઈને ચિંતા વ્યક્ત કરવી વ્યાજબી છે. તેને જોતા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ નવી ચેતવણી જાહેર કરી છે અને કહ્યું કે, ત્રીજી વેવને લઈને બેદરકારી ન દાખવો બાકી ફરી લૉકડાઉન લગાવવું પડશે. 

ભારતમાં ફેબ્રુઆરી-માર્ચમાં કોરોનાની હશે પાઈ પીક?
ICMR અને લંડન ઇમ્પીરિયલ કોલેજના રિસર્ચર્સે એક સ્ટડીમાં જણાવ્યું કે, રિવેન્જ ટ્રાવેલથી ભારતમાં કોવિડ-19ની ત્રીજી લહેરની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું કે, આગામી વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે ઉંચી પિક જોવા મળી શકે છે. તે માટે રિવેન્જ ટ્રાવેલ જવાબદાર હોઈ શકે છે કારણ કે છેલ્લા દોઢ વર્ષથી ઘરોમાં બંધ લોકો હવે પર્યટન માટે મોટી સંખ્યામાં બહાર નિકળી રહ્યાં છે. ભારી સંખ્યામાં પ્રર્યટકોના એકથી બીજી તરફ જવાથી વાયરસનો પ્રસાર થઈ શકે છે. 

આ વાતનો છે ડર?
સંશોધકોનું કહેવું છે કે ઇન્ટરસ્ટેટ ટ્રાવેલને આપવામાં આવેલી છૂટ પોતાનામાં ત્રીજી લહેર લાવવા માટે પર્યાપ્ત છે. આ સાથે પર્યટન કે કોઈ સામાજીક, રાજકીય કે ધાર્મિક કારણે થયેલા આયોજનને કારણે ત્રીજી લહેર વધુ ઘાતક હોઈ શકે છે. સ્ટડી અનુસાર આ પરિસ્થિતિોને ધ્યાનમાં રાખતા તહેવારની સીઝનમાં થર્ડ વેવની પીક 47% સુધી વધી શકે છે. એટલું જ નહીં પીક બે સપ્તાહ પહેલા પણ આવી શકે છે અને ત્રીજી વેવની પીક 103% સુધી જઈ શકે છે અને તેનો સમય ચાર સપ્તાહ પહેલા હોઈ શકે છે. 

ગાઇડલાઇનનું પાલન કરો, બેદરકાર ન બવો
સંશોધકોનું કહેવું છે કે પર્યટકોએ જવાબદારીથી યાત્રા કરવી જોઈએ અને કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ. યાત્રા દરમિયાન પોતાના તાજા કોવિડ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટની સાથે-સાથે વેક્સીનેશન પ્રૂફ પણ રાખે રાખવું જોઈએ. આ સાથે રાજ્યોને તે વિશે ગાઇડ કરવા જોઈએ કે તે યાત્રા સંબંધી ખતરાને કઈ રીતે ઓછો કરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news