મહિલાઓ માટે છે ગજબની સરકારી યોજના, સરકાર આપે છે 5 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન

આ યોજના હેઠળસરકાર એક અભિયાન ચલાવી રહી છે જેથી કરીને બહેનો અને દીકરીઓને આર્થિક રીતે સદ્ધર કરી શકાય.  ભારત સરકારે આ યોજના દ્વારા લગભગ 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જાણો આ યોજનાઓ વિશે વધુ માહિતી.

મહિલાઓ માટે છે ગજબની સરકારી યોજના, સરકાર આપે છે 5 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન

મહિલાઓને આર્થિક રીતે સદ્ધર  બનાવવા માટે સરકારી અનેક પ્રકારની યોજનાો ચલાવે છે. આ યોજનાઓમાં એક યોજના એવી પણ છે જે મહિલાઓને બિઝનેસ વુમન બનવાની ઓળખ બનાવવા માટે તક આપી શકે છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે જે કોઈ પણ વ્યાજ વગરની હોય છે. આ યોજનાનું નામ છે લખપતિ દીદી યોજના. 

આ યોજના હેઠળસરકાર એક અભિયાન ચલાવી રહી છે જેથી કરીને બહેનો અને દીકરીઓને આર્થિક રીતે સદ્ધર કરી શકાય.  ભારત સરકારે આ યોજના દ્વારા લગભગ 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જાણો આ યોજનાઓ વિશે વધુ માહિતી.

બિઝનેસ શરૂ કરવા માટે વગર વ્યાજની લોન
લખપતિ દીદી યોજના હેઠળ સરકાર મહિલાઓને 5 લાખ રૂપિયા સુધની લોન આપે છે જે વગર વ્યાજની હોય છે. એટલે કે લોન લીધા બાદ મહિલાઓએ ફક્ત એટલા જ પૈસા ચૂકવવાના રહેશે જેટલી તેમણે લોન લીધી હશે. તેના પર વધારાનું વ્યાજ વસૂલાશે નહીં. આ પૈસાથી કોઈ પણ મહિલા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે અને પોતાને આત્મનિર્ભર બનાવી શકે છે. 

કેવી રીતે મેળવી શકાય ફાયદો
આ યોજનાનો ફાયદો મેળવવા માટે મહિલાએ સૌથી પહેલા કોઈ સ્વયં સહાયતા સમૂહ (Self Help Group)  સાથે જોડાવવું પડશે. સ્વયં સહાયતા સમૂહ એટલે એવા નાના સમૂહ જ્યાં મુખ્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ હોય છે અને પૈસા બચાવવા અને એકબીજાને લોન આપવા માટે એક સાથે આવે છે. ત્યારબાદ જો કોઈ મહિલા પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતી હોય તો તેણે પોતાના વિસ્તારના સ્વયં સહાયતા સમૂહના કાર્યાલયમાં જઈને જરૂરી દસ્તાવેજો અને પોતાનો બિઝનેસ પ્લાન  જમા કરાવવાનો રહેશે. 

આગળ શું
લખપતિ દીદી યોજના હેઠળ સ્વયં સહાયતા સમૂહ (Self Help Group) સાથે જોડાયેલી મહિલાઓને સરકાર તરફથી ફાઈનાન્શિયલ અને સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ અપાય છે. જેથી કરીને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર થઈ શકે. ટ્રેનિંગ દરમિયાન મહિલાઓને તમામ પ્રકારની સ્કિલ શીખવાડવામાં આવે છે અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ટિપ્સ આપવામાં આવે છે. 

આ રીતે મહિલાઓ બનશે લખપતિ
ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મહિલાઓ પોલટ્રી ફાર્મિંગ, એલઈડી બલ્બ નિર્માણ, ખેતીવાડી, મશરૂમની ખેતી, સ્ટ્રોબેરીની ખેતી, પશુપાલન, દુધ ઉત્પાદન, હસ્તશિલ્પના કામ, બકરી પાલન વગેરે માટે તથા ટેક હોમ રાશન પ્લાન્ટ જેવા કામો માટે લોન લઈ શકે છે અને પોતાનો બિઝનેસ શરૂ કરીને પૈસા કમાઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news