છેવટે ઐશ્વર્યાને મળ્યા છૂટાછેડા, કોર્ટમાં દાખલ થઈ અરજી
તલાકની અરજી આપ્યા બાદ આખરે શનિવારે તેજપ્રતાપ પોતાના પિતા લાલુ યાદવને મળવા માટે રાંચી નીકળી ચૂક્યા છે.
Trending Photos
નવી દિલ્હી/પટના : કોર્ટમાં પોતાની પત્ની ઐશ્વર્યાથી ડિવોર્સ લેવાની અરજી દાખલ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજપ્રતાપ યાદવે શનિવારે મીડિયા સાથે વાતચીત કરી હતી. ન્યૂઝ એજન્સી એેએનઆઈના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના દ્વારા દાખલ કરાયેલી તલાકની અરજીને યોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે, મેં કોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી હતી. હું સંકોચાયેલા મનથી જીવી રહ્યો હતો, આવી રીતે જીવવાનો કોઈ ફાયદો નથી.
ઉલ્લેખનીય છે કે, તલાકની અરજી આપ્યા બાદ આખરે શનિવારે તેજપ્રતાપ પોતાના પિતા લાલુ યાદવને મળવા માટે રાંચી નીકળી ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વચ્ચે આજે રિમ્સમાં મુલાકાત થઈ શકે છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજપ્રતાપના નામથી રાંચીની એક હોટલમાં ત્રણ રૂમ બૂક કરાયા છે. નિયમ અનુસાર, એક વખતે ત્રણ લોકો લાલુ યાદવ સાથે મુલાકાત કરી શકે છે અને મુલાકાત કરનારાઓનું નામ ખુદ લાલુ યાદવ નક્કી કરે છે.
શુક્રવારે મોડી સાંજે તેજ પ્રતાપ યાદવે સિવિલ કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ કરી હતી. તેજ પ્રતાપ યાદવે 13 (1) (1a) હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત તલાક માટે અરજી આપી છે. કહેવાય છે કે, કોર્ટે તેજ પ્રતાપ યાદવની તલાકની અરજી મંજૂર કરી લીધી છે.
તલાકની અરજી કેસ નંબર 1208 છે. કોર્ટે આ કેસની સુનવણી માટે 29 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. અરજી આપવાના બાદ તેજ પ્રતાપ યાદવ પિતાને મળવા માટે રાંચી જવાના રવાના થયા હતા. પરંતુ વારંવાર પરિવારથી ફોન આવવાને કારણે તેણે રાંચી જવાનો પ્રોગ્રામ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તેજ પ્રતાપ દ્વારા ડિવોર્સની અરજી આપ્યા બાદ તેમની પત્ની ઐશ્વર્યા, સસરા ચંદ્રિકા રાય અને ઐશ્વર્યા રાયની માતા, રાબડી દેવીના ઘર પર પહોંચ્યા હતા અને રાત્રે 11 વાગ્યા સુધી ત્યાં રોકાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આખો પરિવાર તેજ પ્રતાપ યાદવને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તેજ પ્રતાપ પોતાના ડિવોર્સના નિર્ણય પર અડગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે