Lappu Sa Sachin: લપ્પુ સા સચિન... કહેનાર પાડોશી ભાભી બહુ વાયરલ થઈ, તેના પર બન્યું ચટાકેદાર ગીત

Lappu Sa Sachin jhingur sa ladka: સચિનના પાડોશીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતું કે, લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા, ક્યા હૈ સચિન મેં... તેના બાદ હવે સોશિયલ મીડિયા પર ભાભીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે... સચિનની પાડોશી ભાભીએ સચિનને લપ્પુ કેમ કહ્યું હતું... તેનુ કારણ આખરે તેઓએ જણાવ્યુ

Lappu Sa Sachin: લપ્પુ સા સચિન... કહેનાર પાડોશી ભાભી બહુ વાયરલ થઈ, તેના પર બન્યું ચટાકેદાર ગીત

Seema Haider Sachin Meena Love Story: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આ જમાનામાં આજકાલ શું શુ વાયરલ થઈ રહ્યું છે તે ખબર પડતી નથી. હાલમાં જ સીમા હૈદરને છુપાવીને રબુપુરા લાવીને સચિન મીણાની પાડોશીનો વીડિયો જોરશોરથી ચર્ચામાં છે. ગલી ગલીમાં ચર્ચા થવા લાગી છે કે, વર્ચ્યુઅલ દુનિયા સુધી દરેક જગ્યાએ, સચિન મીણાની પાડોશી ભાભીનું નિવેદન ચર્ચામાઁ છે. તેઓએ કેમેરામાં કહ્યું હતુ કે,  લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા, ક્યા હૈ સચિન મેં. લોકોને તેમની આ કોમેન્ટ બહુ જ પસંદ આવી રહી છે. લોકો સચિન મીણાની પાડોશીના ડાયલોગ્સ, તેમના બોલવાનો અંદાજ અને ભાષા શૈલીને બહુ જ પસંદ કરી રહ્યાં છે. 

લપ્પુનો મતલબ શું થાય છે
લપ્પુનો મતલબ શું થાય છે, લોકોને ભલે એ ખબર ન હોય, પરંતુ લોકો સચિનની પાડોશીના ડાયલોગ્સને કોપી કરીને તેની રીલ બનાવી રહ્યાં છે. તેના પર એક ગીત પણ બની ચૂક્યું છે. અનેક લોકો આ ડાયલોગને વારંવાર સાઁભળીને તેની મશકરી કરી રહ્યાં છે. આવામાં કેટલાક લોકોના દિમાગમાં એવા પણ સવાલ થાય છે કે, આખરે સચિનની પાડોશીવાડી ભાભીએ આવુ કેમ કહ્યું, તેનુ કારણ આખરે તેઓએ જણાવ્યું.  

 

 

ફરી વાયરલ થયો પાડોશીનો વીડિયો 
સચિન મીણના ઘરની આસપાસ કેટલાક દીવસોથી પીપલી લાઈવ ફિલ્મ જેવો માહોલ બન્યો છે. લોકો દૂરદૂરથી સીમા-સચિનની સાથે ફોટો લેવા માટે તેમની એક ઝલક મેળવવા માટે તેમની સાથે સેલ્ફી લેવા માટે તલપાપડ છે. દેશભરમાં તમામ બ્લોગર્સ અને યુટ્યુબર રબુપુરામાં ડેરો નાંખીને બેરસ્યા છે. લોકો હવે અજીબગરીબ કંન્ટેન્ટની શોધ કરીને ત્યા ટાઈમપાસ કરી રહ્યાં છે. આવામાં એક વીડિયોમાં સચિનની પાડોશીએ લપ્પુ કહેવાનો મતલબ એટલે કે પોતાના પોપ્યુલર ડાયલોગ, લપ્પુ સા સચિન, ઝિંગુર સા લડકા, ક્યા હૈ સચિનમેં... ના સંદર્ભ, પ્રસંગ અને અર્થના હિસાબમાં કેટલાક અલગ અને બહુ જ દિલચસ્પ અંદાજમાં હિન્દીમાં સમજાવ્યું. 

શું છે લપ્પુનો અર્થ
આ વીડિયોમાં રિપોર્ટર પૂછે છે કે, તમે સચિનને લપ્પુ કે કહ્યું. તેના જવાબમાં પાડોશીવાળી આન્ટીએ કહ્યું કે, અરે લપ્પૈ હૈ યે... યહી મારે આઈ વો વાકે સંગ (આ કારણે જ તે તેની સાથે આવી છે). તે ઉલ્લુ જેવો છે, કંઈક જાણતો નથી, ખબર પડતી નથી. તેનો હાથ પકડીને બેસી રહેશે. તેમાં એવુ છે શું. પ્રેમ કરશે તો કંઈક તો જોશે ને, સકલ, સુરત, ઘર મકાન. કંઈક તો હોવુ જોઈએ. ત્યારે જઈને તેની સાથે પ્રેમ કરે. વગર કંઈ જોયે સમજ્યે એરૈ ગૈરે સે પ્યાર કર લોગે. બોલના તો ઉસે આતો ના (તેને બોલતા નથી આવડતું), તેને કંઈ ખબર પડતી નથી, તો તેને લપ્પુ જ કહેવાય ને. બીજુ તો શું કહીએ.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news