સળગતું ભારત: નાસાએ રજુ કરી તસ્વીર દેશનાં મોટા હિસ્સામાં જોવા મળી રહી છે આગ

ખેડૂતોમાં પાકને સળગાવી દેવાનું પ્રચલન ધીરે ધીરે વધવાનાં કારણે દેશમાં સ્થિતી ખુબ જ વિકરાળ

સળગતું ભારત: નાસાએ રજુ કરી તસ્વીર દેશનાં મોટા હિસ્સામાં જોવા મળી રહી છે આગ

નવી દિલ્હી : અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ગત્ત 10 દિવસની તસ્વીરો જોતા ભારતનાં મોટા ભાગનાં હિસ્સાઓમાં આગ લાગેલી હોય તેવું લાગી રહ્યું છે. આ સ્થિતી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત દક્ષિણનાં ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. તપતી ગર્મીનાં વાતાવરણમાં આ આગનાં કારણે વધારે ગરમી પેદા થાય છે . ઉપરાંત તેનાં કારણે બ્લેક કાર્બન પોલ્યુશન પણ ફેલાયું છે. ભારતનાં મોટા હિસ્સામાં જોવા મળતા આ ડોટ્સનાં નિશાન કોઇ જંગલની આગ નથી, પરંતુ નાસાનાં ગોડડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર ખાતેનાં સંશોધક હિરેન જેઠવાએ કહ્યું કે, મધ્યભારતમાં આગનાં આ પ્રકારનાં નિશાનનું કારણ જંગલની આગ નથી પરંતુ પાકને સળગાવવું છે. 

કૃષી નિષ્ણાંતોએ જણાવ્યું કે, ખેડૂતોમાં પાકને સળગાવવાનું પ્રચલન ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. તેની પાછળનું કારણ છે કે પાકને મશીનથી જ કાપવામાંઆવે છે જેનાં કારણે ખેતરમાં પાકનાં અવશેષો રહી જાય છે. જેને ખેતરમાંથી કાઢવા મુશ્કેલ હોય છે. જેનાં કારણે ખેડૂતો આ મુળને સળગાવી દેતા હોય છે. આ પ્રચલન હવે માત્ર હરિયાણા અને પંજાબ સુધી સીમિત નહી રહેતા મધ્ય ભારતમાં પણ ખુબ જ પ્રચલીત થઇ રહ્યું છે. ખેડૂતો આ પદ્ધતીને સરળ સમજે છે જેનાં કારણે તેઓ પાકનાં મુળને સળગાવે છે. 

ઉપરાંત ખેડૂતોનું પશુ પાલન તરફ પણ મોહભંગ થઇ રહ્યો હોવાનાં કારણે હવે ચારાની કોઇ જરૂરિયાત નહી રહેતી હોવાથી પણ પાકને સળગાવી દેવાનું ચલણ વધ્યું છે. પહેલા ઘઉનાં ભુસાને પશુઓને ખવડાવવામાં ઉપયોગ કરાતો હતો. નાસાના સેટેલાઇટ દ્વારા લેવામાં આવતી તસ્વીરોમાં જે રાજ્યોમાં આગ લાગી હોવાનાં નિશાન જોવા મળે છે તે ઘઉ અને ધાનની ખેતી માટે જાણીતા છે. પાકની લણણીની બે પદ્ધતી પ્રચલીત છે. એક ખેડૂત દ્વારા પોતે પાક કાપવામાં આવે અને બીજું મશીનોનો ઉપયોગ કરવામાં આવે. જો કે મજુરી ખુબ જ મોંઘી પડતી હોવાનાં કારણે મશીનનો ઉપયોગ જ વધારે કરવામાં આવે છે. 

મધ્યપ્રદેશમાં જોવા મળી રહ્યા સૌથી વધારે નિશાન
મજુરો દ્વારા પાકનુ લણણી મશીન કરતા બમણા ભાવે પડે છે. પાક.ને સળગાવવાનાં કારણે ઉત્સર્જીત કાર્બન દેશનાં કુલ પ્રદુષણમાં 14 ટકા હિસ્સો છે. સૌથી વધારે નિશાન મધ્યપ્રદેશમાં જોવા મળી રહ્યા છે. જ્યાં ઘઉ અને અન્ય ધાનની સૌથી વધારે ખેતી થાય છે. અત્રે નોંધનીય છે કે સીહોર જિલ્લામાં 10 ખેડૂતોની ધરપકડ પણ આ મુદ્દે કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news