ભારે હૃદયે પિતાએ મૂસેવાલાને આપી અંતિમ વિદાય, અંતિમ સંસ્કારમાં હજારો લોકો થયા સામેલ
Sidhu Moosewala Last Rites: પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાને પંજાબના માનસા જિલ્લાના મૂસા ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી છે. ગામના બાળકને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
Trending Photos
ચંદીગઢઃ પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાને પંજાબના મનલા જિલ્લાના મૂસા ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી છે. પોતાના ગામના બાળકને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ દરમિયાન હચમચાવતી તસવીરો સામે આવી છે. મૂસેવાલાના પિતા પુત્રને અંતિમ વિદાય આપતા ભાંગી પડ્યા હતા. તેમણે પોતાના પુત્રને અંતિમ વિદાય આપતા સમયે પોતાની પાઘડી ઉતારી અને પુત્રની મૂછો પર તાવ આપ્યો હતો.
5 શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા
પંજાબના યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં પાંચ શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પીટીઆઈ પ્રમાણે એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે પાંચ લોકોને શિમલા બાઇપાસ રોડથી કસ્ટડીમાં લેવામાં આવ્યા અને પૂછપરછ માટે પંજાબ લાવવામાં આવ્યા છે. પંજાબના માનસા જિલ્લામાં રવિવારે જ્યારે સિંગરની હત્યા થઈ તેના એક દિવસ પહેલા જ સરકારે મૂસેવાલાની સુરક્ષા ઘટાડી દીધી હતી.
Punjab | Last rites of Punjabi singer and Congress leader Sidhu Moose Wala performed at his native village Moosa in Mansa district.
He was shot dead on May 29th. pic.twitter.com/g7w5sns1C7
— ANI (@ANI) May 31, 2022
લાલ પાઘડીમાં અપાઈ સિદ્ધુ મૂસેવાલાને વિદાય
સિદ્ધુ મૂસેવાલાની અંતિમ યાત્રા તેના સૌથી પસંદગીના ટ્રેક્ટરમાં કાઢવામાં આવી. ટ્રેક્ટરમાં તેના પાર્થિવ શરીરની સાથે માતા-પિતા હાજર હતા. અંતિમ યાત્રા દરમિયાન સિદ્ધુના પિતા ભાવુક થઈ ગયા અને તેમણે પાઘડી ઉતારી દીધી હતી. અંતિમ સંસ્કાર પહેલા સિદ્ધુ મૂસેવાલાને લાલ કલરની પાઘડી પણ પહેરાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ PM Modi Shimla Visit: અમે વોટબેંક બનાવવા માટે નહીં, નવું ભારત બનાવવા માટે કામ કરીએ છીએ- પીએમ મોદી
મૃતદેહને મનસા સ્થિત ગાયકના ઘરે લાવવામાં આવ્યો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મૂસેવાલાના ઘરની બહાર પણ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગાયકના ઘરે સવારથી તેના પ્રશંસકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. ઘણા લોકોએ યુવા સિંગરના સમર્થનમાં નારેબાજી કરી હતી. પંજાબના મુખ્યમંત્રીએ સોમવારે મૂસેવાલાની હત્યાની તપાસ માટે હાઈકોર્ટના વર્તમાન જજની આગેવાનીમાં એક ન્યાયીક પંચની રચના કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે