કુન્નૂર અકસ્માતના એક માત્ર સર્વાઈવર કેપ્ટન વરુણ સિંહનો પત્ર થયો વાયરલ, વાંચીને લોકો ચોધાર આંસુએ રડી પડ્યા

કુન્નૂર અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં દેશે પોતાના પહેલા CDS જનરલ બિપિન રાવત સહિત 13 જાંબાઝ ગુમાવ્યા છે. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવતા બચી શક્યા છે. કેપ્ટન સિંહ  હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણનો જંગ ખેલી રહ્યા છે. આ બધા વચ્ચે તેમનો લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

કુન્નૂર અકસ્માતના એક માત્ર સર્વાઈવર કેપ્ટન વરુણ સિંહનો પત્ર થયો વાયરલ, વાંચીને લોકો ચોધાર આંસુએ રડી પડ્યા

નવી દિલ્હી: કુન્નૂર અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં દેશે પોતાના પહેલા CDS જનરલ બિપિન રાવત સહિત 13 જાંબાઝ ગુમાવ્યા છે. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવતા બચી શક્યા છે. કેપ્ટન સિંહ  હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણનો જંગ ખેલી રહ્યા છે. આ બધા વચ્ચે તેમનો લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

બાળકો અને પ્રિન્સિપાલને લખ્યો હતો પત્ર
હેલિકોપ્ટર અકસ્માતના એકમાત્ર સર્વાઈવર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાની શાળાને એક પત્ર લખ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર તેમણે આર્મી પબ્લિક સ્કૂલ ચંડી મંદિરના પ્રિન્સિપાલને લખ્યો હતો. જ્યાંથી કેપ્ટન સિંહે પોતાનો શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો. આ પત્રમાં તેમણે પોતાની શાળાના તે બાળકોને પણ સંબોધન કર્યું હતું જે અભ્યાસમાં સરેરાશ છે. 

90% ન લાવી શકે તો કોઈ વાંધો નહી
વીરતા પુરસ્કાર, શૌર્ય ચક્રથી સન્માનિત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ આ પત્રમાં લખે છે કે 'અભ્યાસમાં સરેરાશ દરજ્જાનું હોવું ઠીક છે. દરેક જણ શાળામાં ઉત્કૃષ્ટ હોઈ શકે નહીં અને ન તો દરેક જણ 90% લાવી શકે. જો તમે આ ઉપલબ્ધિઓ મેળવો છો તો સારી વાત છે અને તેને બિરદાવવી પણ જોઈએ. પરંતુ આમ ન બને તો એવું જરાય ન વિચારો કે તમે સરેરાશ દરજ્જાના છો. કારણ કે શાળામાં સરેરાશ દરજ્જાના હોવું એ જીવનમાં આવનારી ચીજોનો સામનો કરવા માટેના કોઈ માપદંડ નથી.'

તેઓ આગળ લખે છે કે 'આથી તમારી હોબી શોધો. તે કળા, સંગીત, ગ્રાફિક ડિઝાઈન, સાહિત્ય ગમે તે હોઈ શકે છે. બસ તમે જે પણ કામ કરો, તેને લઈને પૂરી રીતે સમર્પિત રહો. તમારું સર્વશ્રેષ્ઠ આપો. તમારે એ ન વિચારવું પડે કે હું તેમા હજુ વધુ કોશિશ કરીને સારું કરી શકતો હતો.'

Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p

— Arun Bothra 🇮🇳 (@arunbothra) December 9, 2021

મારામાં પણ આત્મવિશ્વાસ ઓછો હતો
કેપ્ટન સિંહે લખ્યું છે કે જ્યારે તેઓ યુવા કેડેટ હતા ત્યારે તેમનામાં પણ આત્મવિશ્વાસ ઓછો હતો. તેમણે પત્રમાં લખ્યુ છે કે 'જ્યારે હું એક ફાઈટર સ્ક્વોડ્રનમાં એક યુવા ફ્લાઈટ લેફ્ટેનન્ટ તરીકે કમિશન થયો ત્યારે મને અહેસાસ થયો કે જો હું તેમા મારું દિમાગ અને દિલ લગાવી દઉ તો હું ખુબ સારું કરી શકું છું. તે દિવસથી મે સર્વશ્રેષ્ઠ બનવા માટે કામ કરવાનું શરૂ કરી દીધુ. જ્યારે રાષ્ટ્રીય રક્ષા એકેડેમીમાં એક કેડેટ તરીકે મે અભ્યાસ કે ખેલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન નહતું કર્યું. પરંતુ બાદમાં વિમાનો પ્રત્યે મારું જૂનુન વધતું ગયું અને હું સારું કરતો ગયો. આમ છતાં મને મારી વાસ્તવિક ક્ષમતાઓ પર ભરોસો નહતો.' આ પત્રમાં કેપ્ટન સિંહે શૌર્ય ચક્ર મળવાનો શ્રેય પણ શાળાને આપ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news