ગુજરાતમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર, હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 3 નો રિપોર્ટ નેગેટિવ

ગુજરાત (gujarat corona update) માં ઓમિક્રોન વાયરસનો પ્રથમ દર્દી હાલ સારવાર હેઠળ છે. જોકે, હાલ તેમનું સ્વાસ્થય સારુ છે. ત્યારે ગુજરાતમાં ઓમીક્રોન (Omicron) અંગે રાહતના સમાચાર સામ આવ્યા છે. સુરેન્દ્રનગર તથા વડોદરામાં વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ નહિ હોવાની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય મુસાફરો હાઈરિસ્ક દેશોમાંથી ગુજરાતમાં આવ્યા હતા. તેમનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તમામની તબિયત સ્થિર છે. 
ગુજરાતમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર, હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 3 નો રિપોર્ટ નેગેટિવ

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત (gujarat corona update) માં ઓમિક્રોન વાયરસનો પ્રથમ દર્દી હાલ સારવાર હેઠળ છે. જોકે, હાલ તેમનું સ્વાસ્થય સારુ છે. ત્યારે ગુજરાતમાં ઓમીક્રોન (Omicron) અંગે રાહતના સમાચાર સામ આવ્યા છે. સુરેન્દ્રનગર તથા વડોદરામાં વિદેશથી આવેલા પ્રવાસીઓમાં ઓમિક્રોન વેરિયન્ટ નહિ હોવાની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય મુસાફરો હાઈરિસ્ક દેશોમાંથી ગુજરાતમાં આવ્યા હતા. તેમનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તમામની તબિયત સ્થિર છે. 

હાઈરિસ્ક દેશોમાંથી આવ્યા હતા મુસાફરો
હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 3 વ્યક્તિના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટિંગ માટે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે તેમના ટેસ્ટ નેગેટિવ આવતા હાલ ગુજરાતમાં એક જ કેસ પોઝિટિવ છે. જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ છે તેમના પરિવારના 2 સભ્યોના આવતીકાલે રિપોર્ટ આવશે. 

એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા
ઓમિક્રોન વેરિયન્ટને પગલે અમદાવાદના SVPI એરપોર્ટ પર તકેદારીના ભાગરૂપે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાઈરિસ્ક કેટેગરીના દેશોમાંથી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે અને ફરજીયાત કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહિ, પણ જ્યાં સુધી મુસાફરોનો RT-PCR રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની અંદર રાખવામાં આવે છે. મહત્વનું છે કે હાઈ રિસ્ક દેશોમાની લંડનથી આવતી ફ્લાઈટ સપ્તાહમાં માત્ર બે ફ્લાઇટ આવે છે. જોકે ઇન્ટરનેશનલ એરપોટ પર એક દિવસમાં 3 હજાર RT-PCR કરી શકવાની વ્યવસ્થા એરપોર્ટ દ્વારા કરાઈ છે. જેમાં ₹ 400 માં RT PCR રિપોર્ટ 8 થી 10 કલાકમાં આવે છે. અને એક કલાકમાં રિપોર્ટ આવે તે રેપિડ RTPCR ટેસ્ટનો ખર્ચ 2700 પેસેન્જરે ચૂકવવાનો રહે છે. સાથો સાથ આ તમામ એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ માટે સિવિલ એવિએશન દ્વારા 250 થી વધુ પેસેન્જરની બેઠક વ્યવસ્થા SOP મુજબ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે 
ગુજરાતમાં દર કલાકે 3 લોકોને કોરોના ડંખી રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 12, જામનગરમાં 10, સુરતમાં 9 અને રાજકોટમાં 4 નવા કેસ આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news