ઝારખંડ:MLAએ કરાવ્યું 'ચુંબન સ્પર્ધા'નું આયોજન, કારણ જાણીને નવાઈ લાગશે

ઝારખંડના પાકુડ જિલ્લાથી એક એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે વાંચીને છક થઈ જવાય. 

ઝારખંડ:MLAએ કરાવ્યું 'ચુંબન સ્પર્ધા'નું આયોજન, કારણ જાણીને નવાઈ લાગશે

ઝારખંડના પાકુડ જિલ્લાથી એક એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે વાંચીને છક થઈ જવાય. અહીં એક ધારાસભ્યએ આદિવાસી સમાજ વચ્ચે સંકોચ દૂર કરાવવાની સાથે સાથે પ્રેમ અને આધુનિકતાને પ્રોત્સાહન આપવા માટે ચુંબન સ્પર્ધા કરાવી નાખી. આ સ્પર્ધા શનિવારે રાતે લિટ્ટીપાડા ધારાસભ્ય સાઈમન મરાંડીના પૈતૃક ગામ તાલપહાડીમાં થઈ. આ અનોખી સ્પર્ધામાં સૌતી વધુ સમય સુધી ચુંબન કરનારા ત્રણ કપલને ઈનામ પણ આપવામાં આવ્યાં. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ સિદો-કાન્હૂ મેળામાં આયોજિત આ અનોખી ચુંબન સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની રહી. આ પ્રકારની સ્પર્ધા પહેલીવાર આયોજિત કરાઈ હતી. જેને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. સ્પર્ધામાં 18 કપલે ભાગ લીધો. કપલે નિસંકોચ થઈને હજારો લોકો સામે કિસ કરી હતી. 

આ વર્ષે લિટ્ટીપાડા પેટાચૂંટણીમાં જીત મેળવેલા ઝામુમો ધારાસભ્ય સાઈમન મરાન્ડીએ આ ચુંબન પ્રતિયોગિતા અંગે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે પ્રેમ અને આધુનિકતાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રતિયોગિતા રાખવામાં આવી છે. આદિવાસી સમાજના લોકો સંકોચી હોય છે. આવામાં પતિ પત્નીના સાર્વજનિક રીતે ચુંબન સ્પર્ધામાં ભાગ લેવાથી માત્ર સંકોચ જ દૂર થશે તેવું નથી પરંતુ તેમનો પરસ્પર પ્રેમ પણ વધશે. 

તેમણે વધુમાં કહ્યું કે પોતાના મનની વાત ન જણાવી શકવાના કારણે આદિવાસીઓમાં છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે ઝગડા અને તલાકના મામલા વધી રહ્યાં છે. ભણેલા ગણેલા ન હોવાના કારણે આદિવાસીઓ પોતાના પરિવારને સમાજિક માળખામાં ઢાળી શકતા નથી. તેનાથી તેમનો વ્યવહાર અને પારિવારિક સંબંધો નબળા પડે છે. આ  પ્રકારની સ્પર્ધાથી તેમના મનના સંકોચ દૂર થશે. 

અત્રે જણાવવાનું કે પાકુલ જિલ્લાના લિટ્ટીપાડાના તાલપહાડીમાં આયોજિત આ સ્પર્ધામાં મહેશપુરના ધારાસભ્ય સ્ટીફન મરાન્ડી અને ઝારખંડ મુક્તિ મોર્ચા (ઝામુમો)ના જિલ્લાધ્યક્ષ શ્યામ યાદવ પણ હાજર હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ચુંબન સ્પર્ધાનો ખુબ વિરોધ પણ થયો. હિન્દુ જાગરણ મંચ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેનો ખુબ વિરોધ કર્યો. હિન્દુ જાગરણ મંચના સંતાલના પ્રભારી મુકેશકુમાર શુક્લાએ કહ્યું કે આદિવાસી સમાજને ભ્રમિત કરીને તેને બદનામ કરવાનું કુચર્ક રચવામાં આવી રહ્યું છે. તેને કોઈ પણ હાલમાં ચાલવા દેવાશે નહીં. આ બધુ ઈસાઈ મિશનરીના ઈશારે થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news