વિસનગર : 200 મહિલાઓ થાળી-વેલણ લઈને પાછળ પડી ગઈ રૂપાલાની અને પછી થયું જોવા જેવું
ગુજરાતમાં 14 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી બાકી હોવાથી પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે
- ગુજરાતમાં 14 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી બાકી હોવાથી પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે
- મહિલાઓ પાછળ દોડતા રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો
- 200 જેટલી મહિલાઓએ ‘જય સરદાર’ના નારા સાથે થાળી-વેલણ ખખડાવી વિરોધ કર્યો હતો
Trending Photos
વિસનગર : ગુજરાતમાં 14 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી બાકી હોવાથી પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ સંજોગોમાં મહેસાણા જિલ્લાના વિસનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલના સમર્થનમાં યોજાયેલી ચૂંટણી સભામાં મહિલાઓએ થાળી-વેલણ ખખડાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સ્ટેજ પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા ભાષણ શરૂ કરે તે પહેલાં જ 200 જેટલી મહિલાઓએ ‘જય સરદાર’ના નારા સાથે થાળી-વેલણ ખખડાવી વિરોધ કર્યો હતો. સ્થિતિને પારખી રૂપાલા ભાષણ કર્યા ચૂપચાપ ત્યાંથી ભાગી નીકળ્યા હતા.
મહિલાઓ પાછળ દોડતા રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો. આ ઘમસાણમાં સામાન્ય પથ્થરમારાની પણ ઘટના બની હતી, જેમાં ભાજપના એક કાર્યકરને માથામાં ઇજા પહોંચી હતી, જેને વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.પ્રથમ તબક્કાના મતદાન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાજપે ગુમાવી દીધા બાદ હવે બીજો તબક્કો પણ હાથમાંથી સરકી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 28 બેઠકો પર લોકોનો રોષ ફેલાયેલો બાજી પલટાવી શકે છે.
નોંધનીય છે કે વિસનગર બેઠક માટે જ્યારે ઋષિકેશ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરાયું ત્યારે પણ તેમનો વિરોધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનના એપિસેન્ટર રહેલા વિસનગરમાં આંદોલનની શરૂઆત વખતે પણ ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે