વિરાટ-અનુષ્કાની છે કેટલી કમાણી? જાણીને આંખો થશે પહોળી
ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન અત્યારે ભારે ચર્ચામાં છે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નના સમાચાર સતત ચર્ચાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે 12 ડિસેમ્બરે વિરાટ અને અનુષ્કા ઇટાલીમાં લગ્ન કરી લેવાના છે. મિસિસ વિરાટ કોહલી બનવા તૈયાર થયેલી અનુષ્કાએ 2008માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી બોલિવૂડમાં એ્ન્ટ્રી લીધી હતી. વિરાટ કોહલી પણ પોતાના ફિલ્ડમાં જોરદાર સફળ છે. આજે વિરાટની ગણતરી ટોચના ભારતીય ક્રિકેટર તરીકે થાય છે. જો આ સંજોગોમાં વિરાટ અને અનુષ્કાના લગ્ન થઈ જાય તો તેમની સંપત્તિ અંદાજે 610 કરોડ રૂ. થઈ જશે.
અનુષ્કા શર્માનું ક્લિન સ્લેટ ફિલ્મ્સ (Clean Slate Films) નામનું પ્રોડ્ક્શન હાઉસ છે અને મીડિયા રિપોર્ડ પ્રમાણે તે એક ફિલ્મ માટે 5 કરોડ રૂ. જેટલી ફી લે છે. આ સિવાય તે જાહેરાતો કરીને પણ વાર્ષિક 4 કરોડ રૂ. જેટલી કમાણી કરી લે છે. વિરાટની વાત કરીએ તો તેનો સમાજ ભારતીય ટીમના A ગ્રેડ ક્રિકેટરોની યાદીમાં થાય છે જેના કારણે તેનો પગાર બીજા ખેલાડીઓ કરતા વધારે થાય છે. આ સિવાય તે આઇપીએલની એક સિઝનમાં રમવા માટે 14 કરોડ રૂ. ફી લે છે.
વિરાટ કોહલી આ વર્ષે બ્રાન્ડ વેલ્યૂના મામલે 7માં નંબર પર છે અને તેણે ફુટબોલર લિયોનેલ મેસ્સીને પણ પછાડી દીધો છે. વિરાટ કોહલીની સંપત્તિની વાત કરીએ તો એની પાસે હાલમાં લગભગ 390 કરોડ રૂ. જેટલી અને અનુષ્કા પાસે 220 કરોડ રૂ. જેટલી સંપત્તિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે