Lok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં આ રાજ્યોમાં થયું બંપર મતદાન, અનેક દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં સીલ
શુકવારે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. આ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર લોકોએ મતદાન કર્યુ. પહેલા તબક્કામાં 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા.
Trending Photos
શુકવારે લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન યોજાયું. આ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર લોકોએ મતદાન કર્યુ. પહેલા તબક્કામાં 1600થી વધારે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા. જેમાં 9 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ છે. પહેલા તબક્કામાં કુલ 16 કરોડથી વધારે મતદારોએ મતાધિકારનો પ્રયોગ કર્યો. ત્યારે કયા મહારથીઓનું ભાવી ઈવીએમમાં સીલ થયું, ક્યાં કેટલું મતદાન થયું તે પણ જાણો.
કેટલું થયું મતદાન
21 રાજ્યમાં કયા મહારથીઓના ભાવિ ઈવીએમમાં સીલ થયા તે પણ જણાવીશું. પરંતુ તે પહેલાં આ રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી કેટલા ટકા મતદાન થયું તેના પર નજર ફેરવી લો.
આંદામાન અને નિકોબારમાં 56.87 ટકા
અરુણાચલ પ્રદેશમાં 67.15 ટકા
આસામમાં 72.10 ટકા
બિહારમાં 48.50 ટકા
છત્તીસગઢમાં 63.41 ટકા
જમ્મુ-કાશ્મીરમાં 65.08 ટકા
લક્ષદ્વીપમાં 59.02 ટકા
મધ્યપ્રદેશમાં 64.77 ટકા
મહારાષ્ટ્રમાં 55.35 ટકા
મણિપુરમાં 69.13 ટકા
મેઘાલયમાં 74.21 ટકા
મિઝોરમમાં 54.23 ટકા
નાગાલેન્ડમાં 56.91 ટકા
પુડુચેરીમાં 73.50 ટકા
રાજસ્થાનમાં 56.58 ટકા
સિક્કિમમાં 69.47 ટકા
તમિલનાડુમાં 65.19 ટકા
ત્રિપુરામાં 80.17 ટકા
ઉત્તરપ્રદેશમાં 58.49 ટકા
ઉત્તરાખંડમાં 54.06 ટકા
પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન
As per ECI, Tripura recorded 80.17% voter turnout till 9 pm, in the first phase of the Lok Sabha elections which saw polling in 21 States and UTs pic.twitter.com/cOmuEKzqwa
— ANI (@ANI) April 19, 2024
આ દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં સીલ
102 સીટ પર મોદી સરકારના અનેક મંત્રી અને બીજા અનેક રાજકીય પક્ષોના મોટા માથાઓના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. ત્યારે કયા મહારથીઓનું ભાવિ EVMમાં સીલ થયું તે પણ જાણો.
- મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી નીતિન ગડકરી....
- રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી અર્જુનરામ મેઘવાલ...
- રાજસ્થાનની અલવર બેઠક પરથી ભૂપેન્દ્ર યાદવ...
- અરૂણાચલ પ્રદેશની પશ્વિમ બેઠક પરથી કિરેન રિજિજૂ....
- અસમની દિબ્રૂગઢ બેઠક પરથી સર્બાનંદ સોનોવાલ...
- જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી જિતેન્દ્ર સિંહ....
- તમિલનાડુની નીલગિરી બેઠક પરથી એલ.મુરુગન...
- મધ્ય પ્રદેશની છીંદવાડા બેઠક પરથી કોંગ્રેસના નકુલનાથ...
- ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી ભાજપના જિતિન પ્રસાદ....
- પશ્વિમ બંગાળની કૂચબિહાર બેઠક પરથી ભાજપના નિશિથ પ્રમાણિકનો સમાવેશ થાય છે...
2019માં યોજાયેલી ચૂંટણીમાં આ 102 બેઠકમાંથી ભાજપે 40, DMKએ 24 અને 15 બેઠકો કોંગ્રેસે જીતી હતી. જ્યારે 23 બેઠકો પ્રાદેશિક પક્ષોના ખાતામાં ગઈ હતી. ત્યારે આ વખતે પહેલા તબક્કાની કેટલી બેઠકો કયા રાજકીય પક્ષોના ખાતામાં જશે તેના માટે 4 તારીખે થનારી મતગણતરીની રાહ જોવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે