ભાજપ માટે 2024ની ચૂંટણીમાં શું છે સૌથી મોટી તાકાત? PK એ વિપક્ષને ટક્કર આપવાનો ફોર્મ્યુલા જણાવ્યો 

પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટી (BJP) ની ત્રણ સૌથી મોટી તાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે તેને ભેદ્યા વગર વિપક્ષને જીત મળી શકશે નહીં. તેમણે કહ્યું કે વિપક્ષની એક્તા ફક્ત દેખાડો છે. ફક્ત નેતાઓ અને પાર્ટીઓને એક સાથે લાવીને ભાજપને પડકાર ફેંકી શકાશે નહીં. આ માટે ભાજપની તાકાતને સમજવી પડશે

ભાજપ માટે 2024ની ચૂંટણીમાં શું છે સૌથી મોટી તાકાત? PK એ વિપક્ષને ટક્કર આપવાનો ફોર્મ્યુલા જણાવ્યો 

Prashant Kishor advised opposition to defeat BJP: આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી છે. ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર જીત માટે હુંકાર પણ ભરી રહી છે. જ્યારે વિપક્ષી દળો ભેગા મળીને ભાજપને પછાડવાનો પ્લાન રચી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજના અધ્યક્ષ પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરતા એવી વાત કરી નાખી કે જેનાથી વિપક્ષી એક્તાને મોટો ઝટકો લાગી શકે છે. જો કે આ સાથે જ તેમણે ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષને એક ફોર્મ્યૂલા પણ જણાવ્યો છે. 

વિપક્ષી એક્તા કામ નહીં કરે- પ્રશાંત કિશોર
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં વિપક્ષી દળોની એક્તા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં BJP વિરુદ્ધ વિપક્ષની એક્તા પણ કામ કરશે નહીં કારણ કે તે અસ્થિર છે અને વૈચારિક રીતે અલગ છે. તેમણે કહ્યું કે વૈચારિક ગઠબંધન નહીં થાય ત્યાં સુધી ભાજપને હરાવી શકાશે નહીં. 

ભાજપ માટે 2024માં સૌથી મોટી તાકાત શું?
આ સાથે જ પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટી (BJP) ની ત્રણ સૌથી મોટી તાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે તેને ભેદ્યા વગર વિપક્ષને જીત મળી શકશે નહીં. તેમણે કહ્યું કે વિપક્ષની એક્તા ફક્ત દેખાડો છે. ફક્ત નેતાઓ અને પાર્ટીઓને એક સાથે લાવીને ભાજપને પડકાર ફેંકી શકાશે નહીં. આ માટે ભાજપની તાકાતને સમજવી પડશે. જે હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને કલ્યાણવાદ (લાભાર્થી) છે. ભાજપ વિરુદ્ધ જીતવા માટે આમાંથી ઓછામાં ઓછા 2 પર કામ કરવું પડશે અને તેમને ભેદવા પડશે. 

પીકેએ વિપક્ષને બતાવ્યો ભાજપને ટક્કર આપવાનો ફોર્મ્યુલા
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે વિપક્ષને ફોર્મ્યુલા પણ બતાવ્યો છે જેની મદદથી તેઓ ભાજપને ટક્કર આપી શકે છે. ભાજપી વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ. આ માટે ગાંધીવાદી, સમાજવાદી, આંબેડકરવાદી, ડાબેરી વિચારધારા જરૂરી છે. પરંતુ તેના પર આંખ મીચીને ભરોસો કરી શકાય નહીં. વૈચારિક સમાનતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમે ભાજપને હરાવી શકાશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news