આ મારી અંતિમ ચૂંટણી, સંગઠન માટે કરવા માંગુ છું કામ: હેમા માલિનીનું ઉમેદવારી બાદ મોટુ નિવેદન

મથુરાથી ભાજપ ઉમેદવાર હેમા માલિનીએ સોમવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી દાખલ કર્યું હતુ

આ મારી અંતિમ ચૂંટણી, સંગઠન માટે કરવા માંગુ છું કામ: હેમા માલિનીનું ઉમેદવારી બાદ મોટુ નિવેદન

મથુરા: મથુરાથી ભાજપ ઉમેદવાર હેમા માલિનીએ સોમવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. હેમાએ જાહેરાત કરી છે કે તેઓ આગામી વખતે સ્વયં ચૂંટણી લડીને યુવાનોને આગળ આવવાની તક આપશે, તથા પોતે સંગઠનનાં કાર્ય કરવાનું પસંદ કરશે. ચૂંટણીના સંયોજન અને પૂર્વ જિલ્લાધ્યક્ષ ડૉ. ડીપી ગોયલ અને ચાર અન્ય પ્રસ્તાવક તથા સમર્થકોની સાથે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ મારી અંતિમ ચૂંટણી છે. ત્યાર બાદ હું કોઇ જ ચૂંટણી નહી લડું. અને તેના સ્થાને સંગનઠમાં રહીને જનતાની ભલાઇ માટે કામ કરવાનું પસંદ કરીશ. 

Hema Malini says i will not contest

હેમાએ કહ્યું કે, વરસોથી મારુ સપનું હતું કે મથુરા માટે હું કંઇક કરુ. એટલા માટે મે ગત્ત પાંચ વર્ષોમાં જનતા અને નગર માટે ઘણું કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હજી પણ ઘણુ કરવાનું બાકી છે. આશા કરુ છું કે અહીની જનતા આ વખતે પણ મને તેમની સેવાની તક આપશે. હું આ નગરીને કૃષ્ણ સમય જેટલી જ ભવ્ય અને દિવ્ય નગરી બનાવવા માંગુ છું. 

offer prayers in bankeybihari temple

ઉમેદવારી દાખલ કરતા પહેલા તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વૃંદાવન ખાતે બાકે બિહારી મંદિરમાં પુજા અર્ચના કરી હતી. ઠાકુરજીના આશિર્વાદ લઇને હેમા માલિનીએ કલેક્ટ્રેટ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હેમા માલિનીએ 16મી લોકસભા માટે 2014માં યોજાયેલ ચૂંટણીમાં તત્કાલીન સાંસદ જયંતી ચોધરીને 3.30 લાખથી વધારે મતથી પરાજીત કર્યા હતા. આ સીટ રાષ્ટ્રીય લોકદળ પાસેથી આંચકી લીધી હતી. તેની વિરુદ્ધ અહીં કોંગ્રેસમા મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે. સપા બસપા સમર્થિક રાષ્ટ્રીય લોકદળને પૂર્વ બ્લોક પ્રમુથ નરેન્દ્રસિંહને ઉમેદવાર બનાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news