જોવા મળ્યો 'Oh My God જેવો કિસ્સો', કોર્ટમાં ભગવાનને બનાવાયા અરજીકર્તા, જાણો શું છે મામલો

દિલ્હીની સાકેત કોર્ટે આ આદેશ આપ્યો છે કે કુતુબ મીનાર પરિસરમાં હાલ કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ (Quwwatul Islam Masjid) માં રાખવામાં આવેલી ભગવાન ગણેશ (Lord Ganesh) ની મૂર્તિઓને ત્યાંથી અત્યારે દૂર કરવામાં આવશે નહી. જોકે મસ્જિદ પરિસરની અંદર હિંદુ દેવતાઓની પુર્નસ્થાપના અને પૂજા અર્ચનાના અધિકારને લઇને અરજી દાખલ કરવાનારાઓને નવી અરજી દાખલ કરી કોર્ટ પાસે માંગણી કરી હતી કે મસ્જિદ પરિસરમાંથી ગણેશજીની મૂર્તિઓને હટાવવામાં ન આવે. 

જોવા મળ્યો 'Oh My God જેવો કિસ્સો', કોર્ટમાં ભગવાનને બનાવાયા અરજીકર્તા, જાણો શું છે મામલો

Statues of Lord Ganesh kept in the mosque will not be removed: દિલ્હીની સાકેત કોર્ટે આ આદેશ આપ્યો છે કે કુતુબ મીનાર પરિસરમાં હાલ કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ (Quwwatul Islam Masjid) માં રાખવામાં આવેલી ભગવાન ગણેશ (Lord Ganesh) ની મૂર્તિઓને ત્યાંથી અત્યારે દૂર કરવામાં આવશે નહી. જોકે મસ્જિદ પરિસરની અંદર હિંદુ દેવતાઓની પુર્નસ્થાપના અને પૂજા અર્ચનાના અધિકારને લઇને અરજી દાખલ કરવાનારાઓને નવી અરજી દાખલ કરી કોર્ટ પાસે માંગણી કરી હતી કે મસ્જિદ પરિસરમાંથી ગણેશજીની મૂર્તિઓને હટાવવામાં ન આવે. 

મસ્જિદ પરિસરમાં હાજર છે હિંદુ દેવતાઓની મૂર્તિઓ 
કુવ્વત ઇસ્લામ મસ્જિદમાં તીર્થકર ઋષભદેવ, ભગવાન વિષ્ણું, ગણેશજી, શિવ-ગૌરી, સૂર્ય દેવતા સહિત ઘણા હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ ઉપલબ્ધ છે. તેમાંથી મોટાભાગની મૂર્તિઓ ખંડિત અવસ્થામાં છે. મસ્જિદની બહાર લાગેલા ASI ના બોર્ડ પર પણ લખ્યું છે કે આ મસ્જિદ 27 હિંદુ જૈન મંદિરોને તોડીને તેમના અવશેષોમાંથી બનાવવામાં આવી છે. તેને લઇને સાકેત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 

કોર્ટમાં ભગવાનને બનાવાયા અરજીકર્તા
અરજીકર્તાએ મસ્જિદ પરિસરમાં હાજર મૂર્તિઓ, ઐતિહાસિક તથ્યોનો હવાલો આપતાં ત્યાં હિંદુ દેવતાઓની પુનર્સ્થાપના અને પૂજા-અર્ચનાનો અધિકાર આપવાની માંગ કરી છે. જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અને ભગવાન વિષ્ણુને આ મામલે અરજીકર્તા બનાવવામાં આવ્યા છે. 

કોર્ટમાં પેડિંગ છે મસ્જિદમાં પૂજા કરવાની માંગ
નેશનલ મોન્યૂમેંટ ઓથોરિટી (NMA) એ મૂર્તિઓને નેશનલ મ્યૂઝિયમમાં ટ્રાંસફર કરવ માટે પત્ર લખ્યો હતો. તમને જણાવી દઇએ કે મસ્જિદ પરિસરની અંદર હાજર દેવી દેવતાઓની પૂજાના અધિકારની માંગ અત્યારે કોર્ટમાં પેંન્ડિંગ જ છે. પરંતુ આ દરમિયાન નેશનલ મોન્યૂમેંટ ઓથોરિટીના ચેરમેન તરૂણ વિજયે સંસ્કૃતિ મંત્રાલયને લખેલા પત્રમાં ત્યાં હાજર ગણેશજીની મૂર્તિઓને ત્યાંથી હટાવવાની માંગ કરી હતી.  

મસ્જિદમાં થઇ રહ્યું છે મૂર્તિઓનું અપમાન
25 માર્ચના રોજ લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ શરમજનક વાત છે કે મસ્જિદ પરિસરની અંદર ભગવાન ગણેશજીની મૂર્તિઓનું ખૂબ જ અપમાનજનક સ્થિતિમાં રાખવામાં આવી છે. એક મૂર્તિ એવી જગ્યાએ છે, જ્યાં લોકો પગ લગાવે છે, તો બીજી જાળીમાં બંધ છે. તેમણે ત્યાંથી હટાવીને નેશનલ મ્યૂઝિયમ જેવી બીજી જગ્યાએ રાખવામાં આવી શકે છે. 

'ASI ને નથી અધિકાર'
તમને જણાવી દઇએ કે અરજીકર્તા તરફ્થી રજૂ થયેલા હરિશંકર જૈન, વિષ્ણુ જૈને દલીલ કરી કે ખરેખર શરમજનક વાત છે કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક ભગવાન ગણેશની મૂર્તિઓ મસ્જિદ પરિસરમાં એ પ્રકારે દયનીય અવસ્થામાં પડી છે. પરંતુ NMA આ મામલે સૂચનો આપવામાં આવ્યા છે કે આ મૂર્તિઓને કોઇ બીજી જગ્યાએ શિફ્ટ કરવાના બદલે મસ્જિદ પરિસરની અંદર જ સન્માનજનક સ્થિતિમાં રાખવામાં આવે. 

કોર્ટે આપ્યો આદેશ
સાકેત કોર્ટે અરજીકર્તાઓ તરફથી રજૂ થયેલા વકીલોની દલીલ સાથે સહમતિ વ્યક્ત કરતાં ASI ને નિર્દેશ આપ્યા છે કે મસ્જિદ પરિસરમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓને હટાવવામાં ન આવે. 

(ઇનપુટ-અરવિંદ સિંહ) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news