100 વર્ષ બાદ કેનેડામાંથી પાછી લાવવામાં આવશે મા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમા, આ સ્થળે થશે સ્થાપના
મોદી સરકારના પ્રયાસોથી લગભગ 100 વર્ષ પહેલા વારાસણીમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણા ( Maa Annapurna Idol)ની મૂર્તિ કેનેડામાંથી ભારત પાછી ફરી છે. આ મૂર્તિ 11 નવેમ્બર એટલે કે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવશે.
- આ મૂર્તિ લગભગ 100 વર્ષ પહેલા ચોરાઈ હતી
- કેનેડાની યુનિવર્સિટી ઓફ રેજીના ખાતે યોજાઈ હતી
- 15 નવેમ્બરે કાશીમાં ફરી સ્થાપના કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી: મોદી સરકારના પ્રયાસોથી લગભગ 100 વર્ષ પહેલા વારાસણીમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણા ( Maa Annapurna Idol)ની મૂર્તિ કેનેડામાંથી ભારત પાછી ફરી છે. આ મૂર્તિ 11 નવેમ્બર એટલે કે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવશે. આ મૂર્તિમાં મા અન્નપૂર્ણાના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી છે. માનવામાં આવી રહ્યું છે કે 18મી શતાબ્દીની આ મૂર્તિ 1913માં કાશીના એક ઘાટ પાસેથી ચોરી કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેણે કેનેડામાં મોકલવામાં આવી હતી.
ફરીથી કાશીમાં સ્થાપિત કરવામાં આવશે મૂર્તિ
જાણકારી અનુસાર મા અન્નપૂર્ણાની આ મૂર્તિ કેનેડામાં એક વિશ્વવિદ્યાલયમાં રાખવામાં આવી હતી. તેને પાછી લાવવાની કોશિશ મોદી સરકાર કરી રહી હતી. મા અન્નાપૂર્ણાની આ પ્રાચીન મૂર્તિને 15 નવેમ્બરના દિવસે કાશી વિશ્વનાથ ધામમાં પરીથી સ્થાપિત કરવામાં આવશે. અગાઉ 4 દિવસોમાં આ મૂર્તિને 18 જિલ્લામાં દર્શન માટે રાખવામાં આવશે.
છેલ્લા 100 વર્ષોથી કેનેડામાં હતી
ગત વર્ષ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ મૂર્તિને ભારત પાછી લાવવા માટે જાણકારી આપી હતી. છેલ્લાં 100 વર્ષથી આ મૂર્તિ યુનિવર્સિટી ઓફ રેજિનાના મેકેન્ઝી આર્ટ ગેલેરીનો ભાગ હતી. આ મામલો તે સમયે સામે આવ્યો જ્યારે આ વર્ષે ગેલેરીમાં એક પ્રદર્શનની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન કલાકાર દિવ્યા મેહરાની નજર આ મૂર્તિ પર પડી હતી. તેમણે આ મુદ્દાને ઉઠાવ્યો અને સરકારે પોતાની તરફથી તેણે ભારત લાવવા માટે કોશિશ ચાલું કરી. રેજિના યુનિવર્સિટીના ચાન્સેલર થોમલ ચેસએ આ મૂર્તિ ભારતના હાઈકમિશ્નર અજય બિસારિયાને સોંપી હતી.
આ જગ્યાએ દર્શન માટે જશે મૂર્તિ
11 નવેમ્બર – મોહન મંદિર ગાઝિયાબાદ, દાદરી નગર શિવ મંદિર ગૌતમ બુદ્ધ નગર, દુર્ગા શક્તિપીઠ ખુર્જા, બુલંદશહર, રામલીલા મેદાન અલીગઢ, હનુમાન ચોકી, હાથરસ, સોરોન અને કાસગંજ.
12 નવેમ્બર - જનતા દુર્ગા મંદિર એટા, લાખોરા, મૈનપુરી, મા અન્નપૂર્ણા મંદિર તિરવા, કન્નૌજ, પટકાપુર મંદિર કાનપુર.
નવેમ્બર 13- ઝંડેશ્વર મંદિર ઉન્નાવ, દક્ષિણ મુખી હનુમાન મંદિર લખનૌ, ભીટારિયા બાયપાસ બારાબંકી, હનુમાન ગઢી અયોધ્યા.
નવેમ્બર 14- દુર્ગા મંદિર કસ્બા KNIT, મીનાક્ષી મંદિર પ્રતાપગઢ, દૌલતિયા મંદિર જૌનપુર, બાબતપુર સ્ક્વેર અને શિવપુર ચોક વારાણસી.
15 નવેમ્બર - કાશી વિશ્વનાથ ધામમાં મૂર્તિની સ્થાપના.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે