HDFC BANK એ પાંચમી પરિવર્તન સ્માર્ટઅપ ગ્રાન્ટ્સ કરી લૉન્ચ, ફાળવ્યા અધધ રૂપિયા

એચડીએફસી બેંકે તેની સ્માર્ટઅપ ગ્રાન્ટ્સની પાંચમી આવૃત્તિ માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ વાર્ષિક પ્રોગ્રામ એચડીએફસી બેંકની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી માટેની અમ્બ્રેલા #Parivartan હેઠળ સામાજિક સ્ટાર્ટ-અપ્સ અને ઇન્ક્યુબેટરોને નાણાં પૂરાં પાડે છે.

HDFC BANK એ પાંચમી પરિવર્તન સ્માર્ટઅપ ગ્રાન્ટ્સ કરી લૉન્ચ, ફાળવ્યા અધધ રૂપિયા

એચડીએફસી બેંકે તેની સ્માર્ટઅપ ગ્રાન્ટ્સની પાંચમી આવૃત્તિ માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ વાર્ષિક પ્રોગ્રામ એચડીએફસી બેંકની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી માટેની અમ્બ્રેલા #Parivartan હેઠળ સામાજિક સ્ટાર્ટ-અપ્સ અને ઇન્ક્યુબેટરોને નાણાં પૂરાં પાડે છે. આ વર્ષે બેંકે સ્માર્ટઅપ ગ્રાન્ટ્સ માટે રૂ. 15 કરોડ ફાળવ્યાં છે.

બેંક પર્યાવરણ, આરોગ્ય, જાતિ અને વૈવિધ્યતાના ક્ષેત્રોમાં કામ કરતાં 12-15 ઇન્ક્યુબેટરો અને લગભગ 50 જેટલા સ્ટાર્ટ-અપ્સને પસંદ કરવાનો ઇરાદો ધરાવે છે. અરજી જમા કરાવવાની સમયમર્યાદા વર્ષ 2021ના નવેમ્બર મહિનાનું ત્રીજું અઠવાડિયું છે તથા ફેબ્રુઆરી, 2022માં તેના વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.

અત્યાર સુધીમાં બેંકે કૃષિ ઉદ્યોગ, એડ્-ટૅક, વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય અને કૌશલ્યવિકાસ જેવા સેગમેન્ટ્સમાં 22 ઇન્ક્યુબેટર પાર્ટનરો મારફતે 90 જેટલા સ્ટાર્ટ-અપ્સને કુલ રૂ. 20 કરોડ વિતરિત કર્યા છે. વર્તમાન વર્ષ માટે બેંક રૂ. 15 કરોડ સુધી વિતરિત કરવા માટે 2 અલગ-અલગ અભિગમ પ્રસ્તાવિત કરી રહી છે.

(1)  કંપનીઝ એક્ટ, 2013ની અનુસૂચિ 7 અને કંપનીઝ (કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી પૉલિસી) રુલ્સ 2014 મુજબ, પાત્ર ઇન્ક્યુબેટરો સીએસઆર પ્રોગ્રામની જરૂરિયાતો પર આધાર રાખીને ગ્રાન્ટની પ્રક્રિયાનું અમલીકરણ કરવા માટે તેમની ક્ષમતાઓની રજૂઆત કરશે, અરજીમાં ઇન્ક્યુબેટરો આ પ્રોગ્રામના ફૉકસ એરીયાની સાથે અનુરૂપ સ્ટાર્ટઅપ્સની લાંબી યાદી પણ પૂરી પાડશે.

(2)  કંપનીઝ એક્ટ, 2013ની અનુસૂચિ 7 અને કંપનીઝ (કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી પૉલિસી) રુલ્સ 2014 હેઠળ પાત્ર સ્ટાર્ટઅપ્સ તથા નવીનીકરણ, ઉત્પાદનો કે પ્રક્રિયાઓ કે સેવાઓને વિકસાવવાની દિશામાં કામ કરી રહેલાં સ્ટાર્ટઅપ્સ અથવા તો રોજગારી પેદા કરવાની કે સંપત્તિનું સર્જન કરવાની ખૂબ વધારે ક્ષમતા ધરાવતા સ્કેલેબલ બિઝનેસ મોડલો તેના માટે અરજી કરી શકે છે.

એચડીએફસી બેંકના બિઝનેસ ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રૂપ હેડ સીએસઆર સુશ્રી આશિમા ભટ્ટે જણાવ્યું હતું કે, ‘સ્માર્ટઅપ ગ્રાન્ટ્સનો ઉદ્દેશ્ય સામાજિક ઉદ્યમીઓને સહાયરૂપ થવાનો અને તેમનું જતન કરવાનો છે. સમાજની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતને નવીન વ્યવસાયોની જરૂર છે. અમે આ ત્રણ ફૉકસ એરીયામાં કામ કરતાં સ્ટાર્ટ-અપ્સ અને ઇન્ક્યુબેટરો એમ બંનેને શોધવા અને તેમનું જતન કરવા પ્રયત્નશીલ છીએઃ પર્યાવરણ - કુદરતી વિશ્વનું સંરક્ષણ કરવું; આરોગ્ય - આરોગ્યના ક્ષેત્રને સુધારવું અને જાતીય વૈવિધ્યતા - જાતીય સમાનતાની સ્થિતિને સુધારવી. આ બાબતો અમારા પરિવર્તન પ્રોગ્રામના કેટલાક વ્યાપક વ્યૂહાત્મક લક્ષ્યો સાથે સંરેખિત થયેલ છે.’

એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ, ઈ-કૉમર્સ એન્ડ સ્ટાર્ટઅપ્સના કન્ટ્રી હેડ સુશ્રી સ્મિતા ભગતે જણાવ્યું હતું કે, ‘સ્ટાર્ટઅપ્સ આપણે જે વિશ્વમાં રહીએ છીએ, તેની ફરીથી કલ્પના કરી રહ્યાં છે અને તેને નવેસરથી ઘડી રહ્યાં છે. એચડીએફસી બેંક ખાતે અમે ભારતના સ્ટાર્ટ-અપ સમુદાય અને ઇકોસિસ્ટમને વિકસાવવા, તેમને સુદ્રઢ બનાવવા અને તેમની સાથે સહયોગ સાધવા માટે કટિબદ્ધ છીએ. આ વર્ષે પોતાની રજૂઆત કરવા માટે ઇન્કયુબેટરોને આમંત્રિત કરીને અમે સમગ્ર દેશમાં અમારી પહોંચને વિસ્તારી રહ્યાં છીએ અને મજબૂત બનાવી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે, આ અભિગમ વધુને વધુ સ્ટાર્ટ-અપ્સ અને સામાજિક ઉદ્યમીઓને નાણાં પૂરાં પાડવાની તકો વધારશે.’

નવેમ્બર મહિનાના અંત સુધીમાં શોર્ટલિસ્ટ થયેલા ઇન્ક્યુબેટરો અને સ્ટાર્ટ-અપ્સની જાહેરાત કરી દેવામાં આવશે અને તેમને એચડીએફસી બેંકના ટોચના મેનેજમેન્ટનો સમાવેશ કરતી સ્ક્રીનિંગ પેનલ સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલી એન્ટિટીઓ માટેનું ડ્યૂ ડેલિજિયેન્સ ડિસેમ્બર મહિનાથી શરૂ થશે અને અંતિમ વિજેતાઓની જાહેરાત ફેબ્રુઆરી 2022માં કરવામાં આવશે.

સ્માર્ટઅપ ગ્રાન્ટ્સ એ સ્ટાર્ટ-અપના ક્ષેત્રમાં નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પોષવા ઇકોસિસ્ટમની રચના કરવા માટે એચડીએફસી બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક પ્રયાસોનો એક હિસ્સો છે. તે એચડીએફસી બેંકનું સ્માર્ટઅપ સોલ્યુશન છે, જેના મારફતે બેંક ઉદ્યોગસાહસિકોને વિશેષ રીતે તૈયાર કરેલા બેંકિંગ અને એડવાઇઝરી સોલ્યુશનો પૂરાં પાડે છે.

સ્માર્ટઅપ સોલ્યુશન લૉન્ચ થવાની સાથે આ યાત્રાની શરૂઆત થઈ હતી, જે સ્ટાર્ટ-અપ્સ માટેનું આ પ્રકારનું સૌપ્રથમ બેંકિંગ સોલ્યુશન છે. પરામર્શ અને ફોરેક્સની સેવાઓની સાથે બેંકિંગ અને પેમેન્ટ સોલ્યુશન પૂરાં પાડી સ્ટાર્ટ-અપ્સની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે તેને વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ છે. બેંક હવે સમગ્ર ભારતના સ્ટાર્ટ-અપ હબ્સ તરીકે ઉભરી રહેલા ટિયર 2 અને 3 શહેરો સહિત કુલ 30 શહેરમાં 67થી વધુ શાખાઓમાં સમર્પિત સ્માર્ટઅપ ઝોન્સ ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news