LCH 'પ્રચંડ' ભારતીય વાયુસેનામાં સામેલ, ખુબીઓ જાણીને દુશ્મન દેશોના હાજા ગગડી જશે

Light Combat Helicopters: ભારતીય વાયુસેનાને હવે પ્રચંડ મળી જવાથી તાકાતમાં અનેકગણો વધારો થયો છે. આજે ઔપચારિક રીતે Light Combat Helicopters - LCH  વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. LCH ને સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) બનાવ્યા છે. 

LCH 'પ્રચંડ' ભારતીય વાયુસેનામાં સામેલ, ખુબીઓ જાણીને દુશ્મન દેશોના હાજા ગગડી જશે

Light Combat Helicopters: સરહદ પર ચીન અને પાકિસ્તાન સાથે વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાને સ્વદેશી Light Combat Helicopters - LCH મળી ગયા છે. આજે ઔપચારિક રીતે તેને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા. આ હેલિકોપ્ટર હવે જોધપુર એરબેસ પર તૈનાત છે. આ હેલિકોપ્ટર્સની તૈનાતી બાદ સરહદ પર આતંકી ગતિવિધિઓ પર રોક લાગશે જેને કારણે દુશ્મનોમાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જણાવવાનું કે Light Combat Helicopters - LCH ને સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) બનાવ્યા છે. 

રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં સ્વદેશી હેલિકોપ્ટર્સ વાયુસેનામાં સામેલ થયા. તે પહેલા રક્ષામંત્રી અને IAF પ્રમુખ એરચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં એક સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી. આ હેલિકોપ્ટરનું નામ 'પ્રચંડ' રાખવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર્સ વાયુસેનામાં સામેલ થવાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. HAL એ આ હેલિકોપ્ટર્સને વિક્સિત કર્યા છે અને તેને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે ડિઝાઈન કરાયા છે. રક્ષામંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે આ નવા હેલિકોપ્ટરને સામેલ કરવાથી ભારતીય વાયુસેનાનું યુદ્ધ કૌશલ વધશે. અધિકારીઓએ જણાવ્યું કે 5.8 ટન વજનના અને બે એન્જિનવાળા આ હેલિકોપ્ટરથી અગાઉ અનેક હથિયારોના ઉપયોગનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. 

— ANI (@ANI) October 3, 2022

હેલિકોપ્ટરની ખાસિયતો

LCHને અનેક ઘાતક હથિયારોથી લેસ કરી શકાય છે. જેનાથી એરસ્ટ્રાઈક જેવા સૈન્ય ઓપરેશન્સને સરળતાથી અંજામ આપી શકાય છે. આ હેલિકોપ્ટરનું મુખ્ય કામ કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઉપરાંત દુશ્મનના એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવી, ઘૂસણખોરી રોકવી,  ડ્રોન અનમેન્ડ એરિયલ વ્હિકલ વગેરેનો નાશ કરવાનું છે. આ ઉપરાંત તે વધુ ઊંચાઈ પર રહેલા દુશ્મનોના બંકરોને પણ નષ્ટ કરી શકે છે. 

લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ની કોકપિટ નીચે  M621 Cannon લાગેલી છે, જે 20 કિલોમીટરની ઓટોમેટિક કેનન છે અને દર મિનિટે 800 ગોળીઓ ફાયર કરી શકે છે. આ  કેનનથી નિકળેલી ગોળીઓ 1005 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી દુશ્મન તરફ આગળ વધે છે. તેને ફ્રાન્સીસી કંપની નેક્સ્ટરે બનાવી છે અને તેનું વજન 45.5 કિલોગ્રામ છે. જ્યારે લંબાઈ 86.9 ઈંચઅને બેરલ એટલે કે નળીની લંબાઈ 57 ઈંચ હોય છે. 

લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ના વિંગ્સ નીચે લેઝર ગાઈડેડ રોકેટ એટલે કે FZ275 LGR લગાવી શકાય છે. જેને ફ્રાન્સની થેલ્સ કંપનીએ બનાવી છે અને તે બખ્તરબંધ કે ટેંકને પણ ઉડાવી શકે છે. એક રોકેટનું વજન 12.5 કિલોગ્રામ અને લંબાઈ 1.8 મીટર જ્યારે વ્યાસ 2.75 ઈંચ હોય છે. આ રોકેટની રેન્જ 1.5 થી 8 કિલોમીટર સુધી હોય છે અને હવાઈ હુમલા કરી શકે છે. આ ઉપરાંત તેને જમીન, આકાશમાં વિમાન કે પાણીમાં જહાજથી છોડી શકાય છે. 

આ હેલિકોપ્ટરની ઝડપ 270 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની લંબાઈ 51.1 ફૂટ છે અને 15.5 ફૂટ ઊંચાઈ છે. ફાયરિંગની કોઈ ખાસ અસર તેના પર પડી શકતી નથી. તેની રેન્જ 50 કિમી સુધીની છે અને તે 16.400 ફૂટની ઊંચાઈથી હુમલો કરી શકે છે. 

LCH માં લેઝર ગાઈડેડ રોકેટ ઉપરાંત હવાથી હવામાં માર કરનારી મિસાઈલ મિસ્ટ્રલ (Mistral) પણ લગાવી શકાય છે. જેને ફ્રેન્ચ કંપની માત્રા ડિફેન્સ  (Matra Defence) એ બનાવી છે. આ મિસાઈલનું વજન 19.7 કિલોગ્રામ અને લંબાઈ 1.86 મીટર છે. જ્યારે ફાયરિંગ રેન્જ 6 થી 7 કિલોમીટર છે. 

લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ક્લસ્ટર બોમ્બ અને અનગાઈડેડ બોમ્બ ઉપરાંત ગ્રેનેડ લોન્ચર પણ લગાવી શકાય છે. 

ભારતીય વાયુસેના ભવિષ્યમાં LCH માં હેલિના એટલે કે ધ્રુવાસ્ત્ર લગાવવાની પણ યોજના ઘડી રહી છે. જે પહેલા નાગ મિસાઈલના નામથી ઓળખવામાં આવતી હતી. તેને ઈન્ફ્રારેડ ઈમેજિંગ સીકર (IIR) ટેક્નોલોજી ગાઈડ કરે છે અને તે દુનિયાના અત્યાધુનિક એન્ટી ટેંક હથિયારોમાંથી એક છે. ધ્રુવાસ્ત્રની રેન્જ 500 મીટરથી લઈને 20કિમી સુધીની છે. પળભરમાં તે દુશ્મનની ટેંકને નષ્ટ કરી શકે છે. કુલ 15 હેલિકોપ્ટરમાંથી 10 એરફોર્સને મળશે જ્યારે 5 આર્મીને ફાળે જશે. 

— ANI (@ANI) October 3, 2022

આ હેલિકોપ્ટરને આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન વધુ ઊંચાઈ પર સ્થિત બંકરોને તબાહ કરવા માટે તૈનાત કરી શકાય છે. આ ઉપારંત જંગલી વિસ્તારોમાં નક્સલ અભિયાનોમાં પણ ગ્રાઉન્ડ ફોર્સની મદદ માટે તૈનાત કરી શકાય છે. 

અધિકારીઓએ જણાવ્યું કે એલસીએચ અને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવમાં અનેક સમાનતાઓ છે. તેમાં સ્ટીલ્થ (રડારથી બચવાની) ખુબીની સાથે સાથે બખ્તરબંધ સુરક્ષા પ્રણાલીથી લેસ અને રાતે હુમલો કરી શકવામાં તથા ઈમરજન્સી સ્થિતિમાં સુરક્ષિત ઉતરણ કરવાની ક્ષમતા સામેલ છે. 

અત્રે ખાસ જણાવવાનું કે આ વર્ષ માર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી (CCS) એ સ્વદેશમાં વિક્સિત 16 LCH ને 3887 કરોડ રૂપિયામાં ખરીદવા માટે મંજૂરી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news