ઈન્દોરની ગોલ્ડન ગેટ હોટલમાં ભીષણ આગ લાગી, આસપાસના વિસ્તારો ખાલી કરાવાયા

મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ગણાતા ઈન્દોર શહેરના વિજય નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ ગોલ્ડન ગેટમાં ભીષણ આગ લાગી છે.

ઈન્દોરની ગોલ્ડન ગેટ હોટલમાં ભીષણ આગ લાગી, આસપાસના વિસ્તારો ખાલી કરાવાયા

ઈન્દોર: મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ગણાતા ઈન્દોર શહેરના વિજય નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ ગોલ્ડન ગેટમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે ચારે બાજુ અફડાતફડી મચી છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગને  કાબુમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સાથે જ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ પણ ચાલુ છે. આગ કયા કારણે લાગી તે હજુ જાણી શકાયું નથી. 

જુઓ LIVE TV

હોટલની આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યાં છે. કેટલાક લોકોને રેસ્ક્યુ કરાયા છે પરંતુ હજુ ઘણા લોકો હોટલમાં ફસાયેલા છે જેમને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ છે. 

વિસ્તૃત માહિતી થોડીવારમાં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news