ગ્વાલિયરમાં એકદમ અનોખી બાળકીનો થયો જન્મ, જોવા માટે ભીડ ઉમટી પડી

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે તેને રેર એટલે કે કેટલાક હજારો કેસમાંથી એક કહી શકાય. હજારોમાંથી એક બાળકમાં આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. હાલ બાળકીની તબિયત સારી છે. બાળકી હાલ કમલારાજા હોસ્પિટલના બાળ તથા શિશુ રોગ વિભાગના સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ છે. બાળક પર 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે. 

ગ્વાલિયરમાં એકદમ અનોખી બાળકીનો થયો જન્મ, જોવા માટે ભીડ ઉમટી પડી

ગ્વાલિયરના કમલા રાજા મહિલા અને બાળ તથા શિશુ રોગ વિભાગમાં એક અનોખી બાળકીનો જન્મ થયો છે. જેના ચાર પગ છે. પ્રસૂતાનું નામ આરતી કુશવાહ હોવાનું કહેવાયું છે જે સિકંદર કંપુની રહીશ છે. અનેક લોકો આ અનોખી બાળકીને જોવા માટે આવી રહ્યા છે. આ  બાળકીના જન્મ બાદ બાળ અને શિશુ રોગ વિભાગના વિશેષજ્ઞ ચિકિત્સકો ઉપરાંત અન્ય ડોક્ટરોની ટીમે પણ જયારોગ્ય હોસ્પિટલ સમૂહના અધીક્ષકની સાથે બાળકીનું પરીક્ષણ કરવામાં આવ્યું. ડોક્ટરોનું કહેવું છે કે બાળકીના જન્મ દરમિયાન તેના શરીરમાં વિકૃતિ છે અને કેટલાક ભ્રૂણ વધારાના બની ગયા છે. જેને મેડિકલ સાયન્સની ભાષામાં ઈશિયોપેગસ કહેવામાં આવે છે. જેમાં શરીરના નીચેના ભાગનો વધારાનો વિકાસ થઈ જાય છે. 

હજારોમાં એક કેસ હોય છે
ડોક્ટરોની ટીમનું કહેવું છે કે તેને રેર એટલે કે કેટલાક હજારો કેસમાંથી એક કહી શકાય. હજારોમાંથી એક બાળકમાં આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. હાલ બાળકીની તબિયત સારી છે. બાળકી હાલ કમલારાજા હોસ્પિટલના બાળ તથા શિશુ રોગ વિભાગના સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ છે. બાળક પર 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે. આ સાથે જ ડોક્ટર સર્જરીના માધ્યમથી તેના વધારાના બે પગ કાઢવાની પણ વાત કરી રહ્યા છે. આ મામલે ડોક્ટરોની ટીમ વધુ તપાસ કરી રહી છે, ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

શું છે આ ઈશિયોપેગસ
કમલા રાજા હોસ્પિટલના વિશેષજ્ઞ ડોક્ટરોએ કહ્યું કે જન્મ દરમિયાન જ બાળકીમાં શારીરિક વિકૃતિ જોવા મળી હતી. આવા કેસમાં વધું ભ્રૂણ બની જાય છે. જેને ઈશિયોપેગસ કહે છે. જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકના શરીરના નીચેના ભાગનો વધુ વિકાસ થઈ જાય છે. આ જોખમની વાત નથી. બાળકીના બે વધારાના પગ સર્જરી કરીને કાઢી નખાશે. ચાર પગવાળી બાળકીએ જન્મ લીધો તો ખબર સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ. ત્યારબાદ બાળકીને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી છે. લોકો તેને ચમત્કારી બાળકી કહી રહ્યા છે. પરંતુ મેડિકલની ભાષામાં તેને ઈશિયોપેગસ કહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news