Maharashtra Political Crisis Live: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર, ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી

Maharashtra Political Crisis: ફડણવીસે જણાવ્યું કે, આજે માત્ર એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે. હું એકનાથ શિંદેના મંત્રીમંડળથી બહાર રહીશ. 2019 માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમને તે સમયે પૂર્ણ બહુમત મળી હતી

Maharashtra Political Crisis Live: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર, ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ રાજકીય સંઘર્ષ હવે નવી સરકારની રચના કરવાની સાથે સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નહીં પરંતુ એકનાથ શિંદે બનશે. આ જાહેરાત પોતો દેવેન્દ્ર ફડણવીસે શિંદેની હાજરીમાં કરી છે. ફડણવીસે જણાવ્યું કે, આજે માત્ર એકનાથ શિંદે જ શપથ ગ્રહણ કરશે. હું એકનાથ શિંદેના મંત્રીમંડળથી બહાર રહીશ. 2019 માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમને તે સમયે પૂર્ણ બહુમત મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમને મોટી જીત મળી હતી.

ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે સતત ઉદ્ધવ ઠાકરેને કહી રહ્યા હતા કે તમે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ-એનસીપી-શિવસેના ગઠબંધન) સરકારથી બહાર નીકળો પરંતુ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેની એકપણ વાત સાંભળી નહીં. તેમણે કહ્યું કે, બાળા સાહેબે જીવનભર જેમની સામે લડ્યા એવા લોકો સાથે તેમણે સરકાર બનાવી. અઢી વર્ષ સુધી કોઈ પ્રગતિ થઈ નહીં. ઉદ્ધવના નેતૃત્વમાં મહાવિકાસ આઘાડીની સરકાર ચાલી. મહાવિકાસ આઘાડી સરકારને લઇને શિવસેનાના ઘણા નેતા ઉદ્ધવ ઠાકરેથી નારાજ હતા.

ત્યારે એકનાથ શિંદેએ કહ્યું કે, મેં જે નિર્ણય લીધો તે તમને બધાને ખબર છે. કઈ પરિસ્થિતિઓમાં નિર્ણય લેવામાં આવ્યો તે પણ તમને ખબર છે. બાળા સાહેબના હિન્દુત્વને આગળ વધારવાનું કામ કરીશ. તમામ 50 ધારાસભ્યો સાથે હું છું. અમે ઘણી વખત મુખ્યમંત્રીને અમારા વિધાનસભા ક્ષેત્રની સમસ્યાઓ વિશે જણાવ્યું. મુખ્યમંત્રીએ ક્યારે પણ અમારી વાતો પર વધારે ધ્યાન આપ્યું નહીં.

શિંદેએ ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલવાને લઇને લેવામાં આવેલા નિર્ણય પર કહ્યું કે છેલ્લા દિવસોમાં જે કામ થયું તેને ઘણા સમય પહેલા થઈ જવું જોઈતું હતું. એકનાથ શિંદેએ કહ્યું કે, સંખ્યાબળના હિસાબથી દેવેન્દ્ર ફડણવીસ અમારા કરતા ઘણા આગળ છે. તેમની પાસે તેમના 106 ધારાસભ્ય છે. પરંતુ તેમણે મોટું મન રાખી બાળા સાહેબના વિચારોને આગળ વધારવાનું કામ કર્યું છે.

દેવેન્દ્ર ફડણવીસ જેવા વ્યક્તિ મળવા મુશ્કેલ છે. આટલું મોટું પદ બીજાને આપી દેવું આ રાજકારણમાં આવા ઘણા ઓછા લોકો જોવા મળે છે. બાળા સાહેબ ઠાકરેના એક શિવ સૈનિકને તક આપી છે. તેમણે કહ્યું કે મારી સાથે જે 50 ધારાસભ્ય છે. હું તે તમામનો આભાર માનું છું. આ તમામ લોકોએ એકનાથ શિંદે જેવા નાના કાર્યકર્તાનો સાથ આપ્યો. 39 શિવસેના અને 11 સ્વતંત્ર અમારી સાથે છે. જે પણ અપેક્ષા આ રાજ્યની જનતાએ કરી છે, તે પૂર્ણ કરવા માટે રાત દિવસ મહેનત અમે કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news