Maharashtra Crisis: મહારાષ્ટ્રમાં નવી સરકારનો ફોર્મ્યૂલા નક્કી, જાણો કોને ફાળે શું જશે
Maharashtra New Government: શિવસેનામાં મચેલા ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં હવે લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલું રાજકીય સંકટ લગભગ પૂરું થઈ ગયું છે.
Trending Photos
Maharashtra New Government: Maharashtra New Government: શિવસેનામાં મચેલા ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં હવે લગભગ એક અઠવાડિયાથી ચાલી રહેલું રાજકીય સંકટ લગભગ પૂરું થઈ ગયું છે. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે મોટા સમાચાર આવી રહ્યા છે કે શિવસેના બાળાસાહેબ જૂથ (Shiv Sena Bala Saheb Gut)હવે ભાજપ સાથે મળીને પ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે.
ત્રીજીવાર લેશે મુખ્યમંત્રી પદના શપથ!
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દેવેન્દ્ર ફડણવીસ આજે જ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ સાંજે 7 વાગે શપથ લેશે. એકનાથ શિંદે પણ આજે જ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે.
રાજભવન જવા નીકળ્યા
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ હાલ રાજભવન જવા માટે નીકળ્યા છે. અહીં તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
#WATCH | Mumbai: Eknath Shinde & BJP leader Devendra Fadnavis leave the latter's residence for Raj Bhawan pic.twitter.com/1ix6FCGApQ
— ANI (@ANI) June 30, 2022
નવી સરકારનો ફોર્મ્યુલા નક્કી
સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળની શરૂઆતની રૂપરેખા પણ લગભગ નક્કી થઈ ગઈ છે. જેમાં ભાજપ અને શિંદે જૂથમાંથી 3-3 મંત્રી શપથ લેશે એવું કહેવાય છે.
ફડણવીસ મુખ્યમંત્રી અને શિંદે ડેપ્યુટી સીએમ
પ્રદેશમાં રાજકીય સંકટ દૂર કરવા માટે જે ફોર્મ્યૂલા નક્કી થયો છે તે મુજબ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે અને એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ બનશે. એવું કહેવાય છે કે શિંદેનો સાથ આપનારા વિધાયકોને મંત્રીમંડળમાં યોગ્ય ભાગીદારી આપવામાં આવશે. આ ઉપરાંત ચંદ્રકાંત પાટિલ અને સુધીર મુનગંટીવાર, ગિરિશ મહાજન પણ શપથ લઈ શકે છે.
Maharashtra BJP leader Devendra Fadnavis and rebel Shiv Sena MLA Eknath Shinde are likely to meet Governor today & stake claim to form government: Sources
(File pics) pic.twitter.com/7ZlA9SidU6
— ANI (@ANI) June 30, 2022
શિંદે જૂથના આ નેતાઓ લઈ શકે છે શપથ
એકનાથ શિંદે જૂથમાંથી આવતી કાલે ઉદય સામંત, તાનાજી સાવંત, સંજય શિરસાટ કે સંદીપાન ઘુમરે શપથ લઈ શકે છે. જો કે કાલે આ તમામ લોકો શપથ લેશે કે પછી ફડણવીસ અને શિંદે શપથ લેશે તેના પર અંતિમ નિર્ણય બંને નેતાઓ આજે સાગર બંગલા પર થનારી બેઠક બાદ લેશે.
શિંદે જૂથે વ્હિપ બહાર પાડ્યું
આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના 16 ધારાસભ્યો માટે શિંદે જૂથ તરફથી વ્હિપ બહાર પાડવામાં આવ્યું છે. ગોવામાં બેઠકમાં હાજર રહેવા માટે વ્હિપ બહાર પાડવામાં આવ્યું છે. એકનાથ શિંદે અને ચીફ વ્હિપ ભરત ગોગાવલે તરફથી આ વ્હિપ બહાર પાડવામાં આવ્યું છે.
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના સીએમ પદેથી રાજીનામા બાદ શિવસેનાએ ભાજપ અને બળવાખોરો પર હુમલા તેજ કર્યા. સંજય રાઉતે આરોપ લગાવ્યો કે બળવાખોરોને સરકાર પાડવા માટે કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને તેમણે સરકાર પાડી દીધી.
શું કહે છે શિંદે જૂથ?
મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા માટે કવાયત ચાલુ છે આ બધા વચ્ચે શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે અમે બધા જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે. એવું દેખાડવાની કોશિશ થઈ રહી છે કે અમે ઉજવણી કરી રહ્યા છીએ. પરંતુ અમે ઉજવણી કરી રહ્યા નથી. અમે ક્યારેય મુખ્યમંત્રીને નારાજ કરવા માંગતા નહતાં. કોંગ્રેસ, એનસીપી સાથે લડતા લડતા અમારે અમારા જ નેતા સામે લડવું પડ્યું. અમે કહીએ છીએ કે અમારી મૂળ સહયોગી ભાજપ જ છે. અમે એક સાથે ચૂંટણી લડી છે. જો કે વારંવાર અમારા વચ્ચે મતભેદ પેદા કરવાની કોશિશ થઈ. અમે હમણા જ અહીં વિધાયકોની બેઠક કરી હતી. હવે એકનાથ શિંદે આજે મુંબઈ જઈ રહ્યા છે.
Yesterday CM Uddhav Thackeray resigned. We didn’t indulge in any kind of celebration as removing him was not our intention. We are still in Shiv Sena and it is not our intention to hurt and disrespect Uddhav Thackeray: Rebel Shiv Sena MLA Deepak Kesarkar in Panaji, Goa pic.twitter.com/rz0EpJacMV
— ANI (@ANI) June 30, 2022
દીપક કેસરકરે વધુમાં કહ્યું કે સરકારની રચનાને લઈને મંત્રીઓના વિભાગની ફાળવણી અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જે પણ અટકળો થઈ રહી છે તે પાયાવિહોણી છે. હું સંજય રાઉતને જવાબ નહીં આપું. તેમણે અમારા પર પીઠમાં ખંજર ભોંકવાનો આરોપ લગાવ્યો હતો. કોણે કોની પીઠમાં ખંજર ભોંક્યું? શિવસેનાએ ભાજપ સાથે ચૂંટણી લડી, પરંતુ એનસીપી, કોંગ્રેસ સાથે સરકાર બનાવી.
સંજય રાઉત જેટલું ઓછું બોલ્યા હોત તેટલું સારું થાત. શિવસેનામાં કોઈ પણ ઠાકરે પરિવારની વિરુદ્ધમાં નથી. અમારી ભાજપ સાથે વાતચીત શરૂ થઈ ચૂકી છે. અમે મહારાષ્ટ્રમાં સરકાર બનાવીશું. અમારે ભાજપ સાથે સરકાર બનાવવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામની જરૂર નથી. અમે બધા એક વિચારધારાવાળી પાર્ટીઓ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે