Karnataka Elections: કોંગ્રેસે બહાર પાડ્યું ઘોષણા પત્ર, 200 યુનિટ વીજળી ફ્રી, મહિલાઓને ફ્રી બસ મુસાફરીના વચન

Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું છે કે તેની સરકાર 200 યુનિટ વીજળી ફ્રી આપશે. પરિવારની દરેક મહિલા મુખ્યાને મહિને 2000 રૂપિયા આપવામાં આવશે.

Karnataka Elections: કોંગ્રેસે બહાર પાડ્યું ઘોષણા પત્ર, 200 યુનિટ વીજળી ફ્રી, મહિલાઓને ફ્રી બસ મુસાફરીના વચન

Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું છે કે તેની સરકાર 200 યુનિટ વીજળી ફ્રી આપશે. પરિવારની દરેક મહિલા મુખ્યાને મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ઘોષણા પત્ર જાહેર કર્યું. 

કોંગ્રેસે વચન આપ્યું છે કે બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે 3000 રૂપિયા પ્રતિ માસ અને બેરોજગાર ડિપ્લોમા હોલ્ડરોને 1500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. નિયમિત KSRTC/BMTC બસોમાં તમામ મહિલાઓ માટે મફત મુસાફરીનું પણ વચન આપવામાં આવ્યું છે. 

એક દિવસ પહેલા જ ભાજપે બહાર પાડ્યું મેનિફેસ્ટો
અત્રે જણાવવાનું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 10 મેના રોજ થનારી વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પોતાનું ઘોષણા પત્ર બહાર પાડ્યું હતું. ભાજપે પોતાના ઘોષણા પત્રમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાનું વચન આપ્યું છે. ભાજપે કહ્યું કે તમામ ગરીબી રેખા નીચે (બીપીએલ) જીવતા તમામ પરિવારોને ઉગાડી, ગણેશ ચતુર્થી અને દીવાળીના તહેવારો દરમિયાન 3 મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news