દારૂ પીધા બાદ કર્યું વિયાગ્રાનું સેવન, નાગપુરમાં 41 વર્ષીય વ્યક્તિનું થઈ ગયું મોત

દારૂ પીવા દરમિયાન એક વ્યક્તિએ વિયાગ્રાની બે ગોળીઓ ખાઈ લીધા, જેના કારણે તેનું મોત થઈ ગયું છે. ભલે આ દુર્લભ મામલો હોય, પરંતુ ચોંકાવનારો જરૂર છે. ડોક્ટરોની સ્ટડીમાં આ વાત સામે આવી છે. 

દારૂ પીધા બાદ કર્યું વિયાગ્રાનું સેવન, નાગપુરમાં 41 વર્ષીય વ્યક્તિનું થઈ ગયું મોત

નાગપુરઃ દારૂ પીવા દરમિયાન એક વ્યક્તિએ વિયાગ્રામની બે ગોળી ખાઈ લીધી, જેના કારણે તેનું મોત થઈ ગયું છે. ભલે આ દુર્લભ મામલો હોય પરંતુ ચોંકાવનારી ઘટના છે. જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિને પોતાની સ્ટડીમાં આ વાત કહી છે. કેસ સ્ટડીમાં ડોક્ટરોએ ખુલાસો કર્યો કે નાગપુરના 41 વર્ષીય વ્યક્તિની એક મહિલા મિત્ર સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેણે 50 એમજીની બે વિયાગ્રાનું સેવન કર્યું હતું. તે વ્યક્તિની જૂની મેડિકલ કે સર્જિકલ હિસ્ટ્રી નહોતી. તે સમયે વ્યક્તિએ દારૂ પણ પીધો હતો. 

ત્યારબાદ આગામી દિવસે વિયાગ્રા અને દારૂનું એક સાથે સેવન કરવાથી બેચેની થવા લાગી. તેને ઉલ્ટીઓ પણ થઈ અને તેની ગર્લફ્રેન્ડે ડોક્ટર પાસે જવાની સલાહ આપી. પરંતુ તેણે સલાહને નજરઅંદાજ કરી અને કહ્યું કે તે પહેલાં પણ આમ કરી ચુક્યો છે. ચિંતાની કોઈ વાત નથી. પરંતુ સ્થિતિ સુધરી નહીં અને વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલ પહોંચવા પર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. સ્ટડી પ્રમાણે વ્યક્તિનું મોત મગજમાં ઓક્સીજનની સપ્લાય પ્રભાવિત થવાને કારણે થયું છે. 

સ્ટડી પ્રમાણે તે વ્યક્તિનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે શરીરમાં જામેલા લોહીની ગાંઠ જોવા મળી. તેનું વજન આશરે 300 ગ્રામ હતું. ડોક્ટરોએ પોતાના રિસર્ચના આધાર પર જાણ્યું કે દારૂ અને વિયાગ્રાના મિશ્રણથી બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હતું અને તેનું પરિણામે મોત સામે આવ્યું. ડોક્ટરોએ કહ્યું કે સ્ટડી એટલા માટે પ્રકાશિત કરવામાં આવી રહી છે જેથી લોકો યૌન શક્તિ વધારનારી દવાઓને જરૂરી સલાહ લીધા વગર લેવાથી બચે કારણ કે તે હાનિકારક સાબિત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news