મનીષ સિસોદિયાએ લગાવી કોરોના વેક્સીન, દિલ્હીમાં Lockdown પર આપ્યું મોટું નિવેદન

આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે. 

મનીષ સિસોદિયાએ લગાવી કોરોના વેક્સીન, દિલ્હીમાં Lockdown પર આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે. 

કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી
આ સાથે જ રાજધાનીમાં લોકડાઉનની વાત પર મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી. તેમણે કહ્યું કે કોરોના વિરૂદ્ધ લડાઇમાં વેક્સીન અને સાવધાનીની જરૂર છે. 

Thankful to our brilliant scientists, medical teams & everyone who worked tirelessly for making vaccines for us.

Center Govt should provide vaccine for all without age restrictions. Let's fight #Covid together! pic.twitter.com/0xPLaXHY64

— Manish Sisodia (@msisodia) April 3, 2021

તેમણે કહ્યું કે આજે પોતાના પરિવાર સાથે કોરોના વેક્સીન લગાવી. અમારા પ્રતિભાવના વૈજ્ઞાનિકો, મેડિકલ ટીમ અને તમામનો આભાર. જેમણે અમારા માટે વેક્સીન બનાવવામાં દિવસ રાત કામ કર્યું. કેન્દ્ર સરકારને ઉંમર સાથે જોડાયેલા પ્રતિબંધ વિના તમામને વેક્સીન લગાવવી જોઇએ. 

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી. એક દિવસમાં મહામારીથી 714 લોકોના મૃત્યું થતાં મૃતકોની સંખ્યા વધીને 1,64,110 થઇ ગઇ છે. કોવિડ 19થી એક દિવસમાં મરનારા લોકોની સંખ્યા 21 ઓક્ટોબર બાદ સૌથી વધુ છે. ગત વર્ષે 20 ડિસેમ્બર બાદથી શનિવારે સામે આવેલા સંક્રમણના નવા કેસ સૌથી વધુ છે. જ્યારે 24 કલાકમાં 92,605 નવા કેસ સામે આવ્યા હતા. 

કોરોનાથી સ્થિતિ ચિંતાજનક
તમને જણાવી દઇએ કે દિલ્હીમાં એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું હતું કે વધતા જતાં કોરોના કેસથી સ્થિતિ ચિંતાજનક છે. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે લોકોની બેદરકારીથી કોરોનાના કેસ વધ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે દેશમાં કંટેનમેંટ ઝોન બનાવવામાં આવશે. વેક્સીનેશનને વધુ વધારવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news