G-Mail, યૂ-ટ્યૂબ સહિત ગૂગલની ઘણી એપ થઈ ડાઉન, ટ્વિટર પર શરૂ થયો ટ્રેન્ડ


સોમવારે સાંજે અચાનક યૂ-ટ્યૂબ અને જીમેલ સહિત ગૂગલની તમામ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. 

G-Mail, યૂ-ટ્યૂબ સહિત ગૂગલની ઘણી એપ થઈ ડાઉન, ટ્વિટર પર શરૂ થયો ટ્રેન્ડ

નવી દિલ્હીઃ સોમવારે સાંજે અચનાક યૂ-ટ્યૂબ અને જીમેલ સહિત ગૂગલની તમામ એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. ત્યારબાદ ટ્વિટર પર ગૂગલ ડાઉન ટ્રેન્ડ શરૂ થયો છે. ઘણા લોકોએ ગૂગલની એપ્સ ડાઉન થવાની ફરિયાદ ટ્વીટ કરી છે. 

તમને જણાવી દઈએ કે ભારતમાં માત્ર યૂ-ટ્યૂબ અને જી-મેલ નહીં પરંતુ ગૂગલ ડ્રાઇવ, ગૂગલ મીટ જેવી અન્ય સેવાઓમાં પણ બંધ છે. લોકો સતત ગૂગલ ડાઇન હેશટેગની સાથે આ જાણકારી શેર કરી રહ્યાં છે. આ કારણે ગૂગલ ગાઉન અને યૂટ્યૂબ ડાઉન હેશટેગ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. 

— TeamYouTube (@TeamYouTube) December 14, 2020

ગૂગલની આ સેવાઓમાં વિધ્ન આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ દરમિયાન ગૂગલ સર્ચ એન્જિન  (google.com) સતત કામ કરી રહ્યું છે. લોકો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે સર્વર ડાઉન થવાથી ગૂગલની એપ્સમાં આ સમસ્યા આવી રહી છે. 

આ વચ્ચે યૂ-ટ્યૂબ ટીમ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ટીમ યૂ-ટ્યૂબ નામના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું છે, 'અમે જાણીએ છીએ કે તમારામાંથી ઘણા હાલ યૂ-ટ્યૂબ એક્સેસ કરી શકતા નથી. અમારી ટીમ જાણે છે અને તેના પર કામ કરી રહી છે. જ્યારે અમારી પાસે વધુ જાણકારી આવશે અમે તમને એપડેટ આપીશું.'
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news