MCD Results 2022: MCD ચૂંટણી જીત્યા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ પર લગાવ્યો આરોપ, કહ્યું- અમારા કોર્પોરેટરોને ફોન આવવાના શરૂ

Delhi MCD Election Result: દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ સીટો હાસિલ કરી છે. તેમ છતાં ભાજપના ઘણા નેતાઓએ દાવો કર્યો છે કે મેયર ભાજપના બનશે. 

MCD Results 2022: MCD ચૂંટણી જીત્યા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ પર લગાવ્યો આરોપ, કહ્યું- અમારા કોર્પોરેટરોને ફોન આવવાના શરૂ

નવી દિલ્હીઃ Delhi MCD Results 2022: આપ નેતા અને દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ ભાજપ પર આપના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યુ કે, 'ભાજપનો ખેલ શરૂ થઈ ગયો. અમારા નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. અમારા કોર્પોરેટરો વેચાશે નહીં. અમે બધા કોર્પોરેટરોને કહી દીધુ છે કે તેને ફોન આવે કે મળવા આવે તો તેનું રેકોર્ડિંગ કરી લે.'

આ પહેલા બુધવારે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. આમ આદમી પાર્ટીએ એમસીડીમાં 250માંથી 134 સીટો જીતી, ભાજપે 104 સીટો જીતી છે અને કોંગ્રેસના ખાતામાં 9 સીટો આવી છે. 3 અપક્ષે પણ ચૂંટણી જીતી છે. 

ભારતનો મેયર સીટને લઈને મોટો દાવો
આમ આદમી પાર્ટીએ ભલે દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી બહુમત સાથે જીતી લીધી હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બુધવારે સંકેત આપ્યો છે કે મેયરની ચૂંટણી થવાની હજુ બાકી છે અને ચંદીગઢમાં તેના વિરોધીઓની પાસે વધુ સીટો હોવા છતાં મેયર ભાજપના છે. 

हमारा कोई पार्षद बिकेगा नहीं। हमने सभी पार्षदों से कह दिया है कि इनका फ़ोन आये या ये मिलने आयें तो इनकी रिकॉर्डिंग कर लें।

— Manish Sisodia (@msisodia) December 7, 2022

ચંદીગઢનો કર્યો ઉલ્લેખ
ભાજપના આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયે પરિણામ બાદ મોટો દાવો કરતા કહ્યું કે હવે દિલ્હીના મેયર ચૂંટવાનો વારો છે. આ તે વાત પર નિર્ભર રહેશે કે કોઈ રોમાંચક મુકાબલામાં નંબર પર પકડ બનાવી રાખે છે, કોર્પોરેટરો ક્યા પ્રકારે મતદાન કરે છે. ઉદાહરણ માટે જણાવી દઉં કે ચંદીગઢમાં ભાજપના મેયર છે. તો આ પહેલા દિવસમાં જ્યારે ટ્રેન્ડ આવી રહ્યાં હતા ત્યારે ભાજપ નેતા તેજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કરીને કહ્યુ હતું કે દિલ્હીમાં એકવાર ફરી ભાજપના મેયર બનશે. 

આમ આદમી પાર્ટી ચંદીગઢ કોર્પોરેશનના 35 વોર્ડની ચૂંટણીમાં 14 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ તેને બહુમતી મળી નહોતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી ઓછી સીટો જીતીને પણ પોતાના મેયર બનાવવામાં સફળ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news